(એજન્સી) નવી દિલ્હી, તા.૧
બિહારની ચૂંટણી રેલીમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવનું નામ લીધા વિના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં ડબલ યુવરાજ સાથે જે થયું તેનું બિહારમાં પુનરાવર્તન થશે. પશ્ચિમ ચંપારણમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા મોદીએ જણાવ્યું હતું કે, રામના અસ્તિત્વ સામે પ્રશ્નો કરનારા લોકોને ભૂલશો નહીં. તેમણે જણાવ્યું હતું કે, જંગલ રાજના નેતાઓ બિહારને ફરી અંધકારયુગમાં ધકેલી દેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહાર ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલાં છપરા સહિત ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધી હતી. તેમણે જનતાને બિરદાવતા કહ્યું કે, આ એક અદભૂત નજારો છે. અહીંના લોકોનો ઉત્સાહ જોવા લાયક છે. પહેલા તબક્કાના મતદાનથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે નીતિશબાબુના નેતૃત્વમાં બિહારમાં ફરીથી એનડીએની સરકાર બની રહી છે. પહેલા તબક્કાના મતદાનમાં તમે એનડીએને જે ભારે સમર્થનના સંકેત આપ્યા છે અને જેમણે પણ મતદાન કર્યું છે તેમનું હું અભિવાદન કરું છું. આ દરમિયાન પીએમ મોદીએ વિપક્ષ ઉપર આકરા પ્રહારો કર્યા.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેમની હતાશા-નિરાશા, ગુસ્સો, હવે બિહારની જનતા બરાબર જોઈ રહી છે. ચહેરા પરથી હાસ્ય ગાયબ થઈ ગયું છે. બિહારના લોકોને તેમની ભાવનાઓને આ લોકો ક્યારેય સમજી શકતા નથી. તેઓ પોતાના પરિવાર માટે પેદા થયા છે, પોતાના પરિવાર માટે જીવે છે, તેમના પરિવાર માટે જ ઝઝૂમી રહ્યા છે. તેમને બિહાર સાથે કે બિહારની યુવા પેઢી સાથે કોઈ લેવા દેવા નથી.બિહારના લોકોની લાગણીઓને આ લોકો ક્યારેય સમજી શકતા નથી. આ લોકો તેમના પરિવાર માટે જન્મે છે, તેમના પરિવાર માટે જીવે છે અને ફક્ત તેમના પરિવાર માટે ઝઝૂમતા રહે છે. તેમને ના તો બિહારની જનતા સાથે કોઇ લેવા-દેવા છે, ના તો બિહારની યુવા પેઢીના સપનાઓ સાથે લેવા-દેવા છે. જેમની નજર હંમેશા ગરીબોના પૈસા પર હોય, તેમને ક્યારેય ગરીબોના દુઃખ તેમની તકલીફો કયારેય દેખાશે નહીં. તો ભાજપના નેતૃત્વમાં એનડીએનું ગઠબંધન બિહારના ગરીબના જીવનની મુશ્કેલીઓ ઓછી કરી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પહેલા તબક્કામાં લોકોએ ભારે મતદાન કર્યું છે. મતદાનના પ્રથમ તબક્કાના વિશ્લેષણથી સ્પષ્ટ છે કે નીતિશ કુમારના નેતૃત્વ હેઠળ ફરીથી એનડીએ સરકારની રચના કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ’આજે બિહારની સામે ડબલ એન્જિન સરકાર છે. તો બીજી બાજુ ડબલ ડબલ યુવરાજ પણ છે. તેમાંથી એક તો જંગલરાજના પણ યુવરાજ છે. ડબલ એન્જિનવાળી એનડીએ સરકાર બિહારના વિકાસ માટે પ્રતિબદ્ધ છે, તો આ ડબલ ડબલ યુવરાજ પોત પોતાના સિંહાસનને બચાવવાની લડાઈ લડી રહ્યા છે.’
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છઠ્ઠ ઉત્સવની ચર્ચા કરતી વખતે બિહારની મહિલાઓને સંબોધન કર્યું હતું. પીએમએ કહ્યું કે, આજે વિશ્વમાં એવું કોઈ નથી કે જેને કોરોનાથી અસર થઈ ન હોય, જેને આ રોગચાળાથી નુકસાન ન પહોંચ્યું હોય. એનડીએ સરકારે આ કટોકટીમાં બિહારના ગરીબ, દેશના ગરીબો, ગરીબોની સાથે ઉભા રહેવાની કોરોનાની શરૂઆતથી જ પ્રયાસ કર્યો છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશમાં ચારે તરફ વિકાસ વખતે આપ સૌએ તાકાતોથી સાવધાન રહેવાની જરૂર છે. જે પોતાના રાજકીય સ્વાર્થ માટે દેશહિત વિરૂદ્ધ જવાથી પર આવી રહ્યા નથી. આ તે લોકો છે જે દેશના બહાદુર સૈનિકોના બલિદાનમાં તેમનો લાભ પણ જુએ છે. પીએમએ કહ્યું કે, ૨-૩ દિવસ પહેલા પાડોશી દેશએ પુલવામા હુમલાની સત્યતા સ્વીકારી લીધી છે. આ સત્યથી તે લોકોના ચહેરાઓ પરનું આવરણ દૂર થયું જેઓ હુમલો પછી આફવા ફેલાવી રહ્યા હતા.