(એજન્સી) તા.૧૨
ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં એક સેવાનિવૃત્ત આઈએએસ અધિકારી સૂર્યપ્રતાપ સિંહ સામે એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોવિડ-૧૯નો સામનો કરવાના સરકારી પ્રયાસો વિશે ખોટી સૂચના પોસ્ટ કરવાનો આરોપ મૂકતાં અનેક ધારાઓ હેઠળ કેસ નોંધી લેવાયો હતો.
તેમની વિરૂદ્ધ સચિવાલયની પોલીસ ચોકીના ઈન્ચાર્જ સુભાષસિંહ દ્વારા ફરિયાદ કરવામાં આવતા હજરતગંજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદીએ એફઆઈઆરમાં કહ્યું કે, પૂર્વ નૌકરશાહે સોશિયલ મીડિયા પર અમુક પોસ્ટ કરી હતી જે સરકાર વિરૂદ્ધ ખોટી અને અપમાનજનક છે.
તમને જણાવી દઈએ કે, નિવૃત્ત આઈએએસ અધિકારીએ એક ટિ્‌વટમાં દાવો કર્યો હતો કે, એક વરિષ્ઠ નૌકરશાહે મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ જિલ્લાધિકારીઓને કોવિડ-૧૯ના વધુ ટેસ્ટ કરાવવા માટે ફિટકાર લગાવી હતી. તેમણે પૂછ્યું હતું કે, શું સરકાર ઓછી તપાસ કરીને કોરોનાના ઓછા કેસ બતાવવા માંગે છે તેઓ ટેસ્ટ નહીં કરીને કોરોનાના કેસ સૌની સામે ઉજાગર કરવા માંગતા જ નથી.
મેં ચીફ સેક્રેટરીને સીધો સવાલ પૂછ્યો હતો શું સવાલ પૂછવો પણ કોઈ ગુનો છે ? લોકશાહીમાં એ તો નાગરિકોનો અધિકાર છે કે, તેઓ સત્ય જાણી શકે તેઓ સવાલ કરીને જ તે જાણી શકે છે. મારા સવાલથી કદાચ સરકારને આંચકો લાગ્યો હશે. તમને જણાવી દઈએ કે, આ એ જ આઈએએસ અધિકારી છે જેમણે કોરોનાના બે મિલિયન કેસ થશે તેવો દાવો કર્યો હતો.
આઈએએસ અધિકારીએ એક જડબાતોડ ટિ્‌વટમાં યુપી સરકારને ખરાખરીની સંભળાવતા કહ્યું કે, ૨૫ વર્ષમાં જ્યારે ૫૪ ટ્રાન્સફર થવા છતાં મારી સદનિયતમાં કોઈ ફેરફાર ન થયો તો એક એફઆઈઆરથી શું બદલાઈ જવાનું છે ? સત્ય પક્ષ હંમેશા સત્તા પક્ષ પર ભારે પડે છે, જયહિન્દ.