આંકડા મુજબ અત્યાર સુધી કુલ ૬૨૦૦ જેટલી અથડામણો થઇ હતી જેમાં ૧૨૪ ગુનેગારો
એન્કાઉન્ટરમાં ઠાર મરાયા હતા. તેમાં ૪૭ તો લઘુમતી સમુદાયના હતા. ૧૧ બ્રાહ્મણ અને ૮ યાદવ છે. બાકીના ૫૮ બદમાશો અન્ય જાતિના હતા. તેમાં દલિત, ગુર્જર, જાટ, કુર્મી જેવા પછાત વર્ગની જાતિઓ ઉપરાંત વૈશ્ય અને ઠાકુર પણ સામેલ છે
(એજન્સી) તા.૧૯
યુપીમાં સાડા ત્રણ વર્ષ પૂર્વે રચાનારી યોગી સરકાર તેના દ્વારા કરાઈ રહેલા એન્કાઉન્ટરને લીધે ચર્ચામાં રહી છે. નકલી એન્કાઉન્ટરના હોબાળા વચ્ચે યોગી સરકારે એન્કાઉન્ટરના આંકડા જાહેર કર્યા છે. તેમાં પણ ખાસ વાત એ છે કે યુપીમાં ૧૮ ટકાવાળી મુસ્લિમ વસતી વચ્ચે લગભગ ૪૦ ટકા અપરાધીઓ સાથે અથડામણ થઈ છે. આંકડા મુજબ અત્યાર સુધી કુલ ૬૨૦૦ જેટલી અથડામણો થઇ હતી જેમાં ૧૨૪ ગુનેગારો એન્કાઉન્ટરમાં ઠાર મરાયા હતા. તેમાં ૪૭ તો લઘુમતી સમુદાયના હતા. ૧૧ બ્રાહ્મણ અને ૮ યાદવ છે. બાકીના ૫૮ બદમાશો અન્ય જાતિના હતા. તેમાં દલિત, ગુર્જર, જાટ, કુર્મી જેવા પછાત વર્ગની જાતિઓ ઉપરાંત વૈશ્ય અને ઠાકુર પણ સામેલ છે. ગત ૮ મહિનામાં ૮ બ્રાહ્મણ અપરાધીઓને એન્કાઉન્ટરમાં ઠાર મરાયા છે અને તેમાંથી ૬ બિકરુ કાંડમાં સામેલ હતા. મેરઠ ઝોનમાં સૌથી વધુ એન્કાઉન્ટર થયા હતા જેમાં મેરઠમાં ૧૪, મુજફ્ફરનગરમાં ૧૧, સહારણપુરમાં ૯, આઝમગઢમાં ૭ અને શામલીમાં ૫ ગુનેગારોને ઠાર મરાયા હતા. બાકીના ૬૦૭૬ને પગમાં ગોળીઓ વાગી હતી.
Recent Comments