યુપીના લલિતપુર જિલ્લામાં સરકાર દ્વારા સંચાલિત ગૌશાળામાં મોતને ભેટેલી ગાયોના ઢગલા તસવીરમાં નજરે પડે છે.

(એજન્સી) નવી દિલ્હી,તા.ર
રાજ્યની ગૌશાળાઓ અથવા ગૌ આશ્રયસ્થાનોથી, જે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ઉપરાંત ખાનગી જૂથો દ્વારા ચલાવવામાં આવતા ટ્રસ્ટ દ્વારા ચલાવામાં આવે છે, ગાયોના મૃત્યુના અહેવાલો આવતા રહે છે, જ્યાં રાજ્ય સરકાર દ્વારા ગૌહત્યા વિરોધી કાયદાને કડક બનાવવામાં આવ્યા છે. ગોરખપુરના ગોરખનાથ મઠના મુખ્ય પૂજારીને રાજ્યના મુખ્ય પ્રધાન બનાવાયા છે. યોગી સરકાર આ વર્ષે જૂનમાં ઉત્તર પ્રદેશ ગાય કતલ નિવારણ (સુધારો) વટહુકમ, ૨૦૨૦ લાવી, જેમાં ૧૦ વર્ષની સખત કેદ અને રૂા.૫ લાખનો દંડ, રાજ્યમાં ગૌહત્યાને રોકવા માટે લગાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી બન્યા પછી આદિત્યનાથે ગેરકાયદેસર કતલખાના પર પસ્તાળ પાડી હતી અને રાજ્યમાં ગાયનું માંસ સંગ્રહિત કરવાને અને ખાવાને ગુનો બનાવ્યો હતો.
તાજેતરની ઘટનામાં, ડિસેમ્બર ૧૭ના રોજ લલિતપુર જિલ્લાના સોજાના ગામની ગૌશાળામાં ડઝનેક ગાયો રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવી હતી. કોંગ્રેસના પ્રવક્તા પંખુડી પાઠકે શનિવારે એક ટિ્‌વટ કરેલા વીડિયોમાં જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કરવા છતાં ડઝનેક ગાયો સરકારી ગૌ આશ્રયમાં મૃત હાલતમાં મળી આવી છે. તેમણે કહ્યું કે રાજ્યભરની ગૌશાળાઓ જર્જરિત હાલતમાં છે. “ગાય ઠંડીને લીધે મરી રહી છે, પરંતુ જેઓ ગાયોના નામે રાજકારણ કરે છે તેઓ તેમના ઘરમાં આરામથી બેઠા છે. તેઓ ક્યાંય જોવા મળ્યા નથી.” પરંતુ યુપીમાં ગૌશાળામાં ગાયોના મોતની ઘટના પ્રથમ વખત નથી થઈ. જુલાઇ ૨૦૧૭ માં, કાનપુરની રાજ્યની સૌથી મોટી ગૌશાળામાં ફક્ત એક જ અઠવાડિયામાં ૧૫૨ જેટલી ગાયોનાં મોત થયા હોવાનું જાણવા મળ્યું હતું, જે દર વર્ષે ગાયના નિભાવ માટે દાનમાં કરોડો રૂપિયા મેળવે છે. મૃત ગાયો પર પોસ્ટમોર્ટમ કરનાર વેટરનરી ડોકટરોએ જણાવ્યું હતું કે ગાયોને ઘાસચારો પૂરો પાડવામાં આવતો નથી તે ભૂખને કારણે મૃત્યુ પામી હતી. જો કે, ગૌશાળા ચલાવતા લોકોના રાજકીય જોડાણને કારણે આ મામલે કંઇ થયું નથી. રાજ્ય વિધાનસભામાં યુપીના પશુપાલન મંત્રી લક્ષ્મી નારાયણ ચૌધરીએ આપેલા નિવેદનમાં જણાવ્યા અનુસાર, યુપીની સરકાર સંચાલિત ગૌશાળામાં ૯૨૬૧ જેટલા ‘ગોવંશ’ (ગાય અને બળદો)નું મોત નીપજ્યું હતું. મંત્રીએ કહ્યું કે મૃત્યુનું કારણ કુદરતી છે. જ્યારે વિપક્ષી નેતા રામ ગોવિંદ ચૌધરી દ્વારા પૂછપરછ કરવામાં આવી તો મંત્રીશ્રીએ કહ્યું કે ગૌશાળાઓમાં મૃત્યુ પામેલા પશુઓનું કોઈ પોસ્ટમોર્ટમ કરાયું નથી. આ હકીકત પ્રધાનના દાવા પર પ્રશ્નાર્થ ચિન્હ મૂકે છે કે પશુઓનાં મોત કુદરતી કારણોસર થયા છે. યુપી સરકારે રૂા. ગૌ આશ્રયસ્થાનોની જાળવણી માટે ૨૦૧૯-૨૦માં ૬૦૦ કરોડ ફાળવ્યા હતા. તેણે ગાય સુરક્ષા માટે ઇન્ડિયા મેડ ફોરેન લિકરની ખરીદી પર પણ બે ટકાનો સેસ લગાવ્યો હતો.
(સૌ. : ઈન્ડિયા ટુમોરા)