(એજન્સી) અમદાવાદ,તા.ર
નાગરિકતા કાયદા અને એનઆરસી અંગે દેશમાં સતત વિરોધ ચાલુ છે. પૂર્વોતરથી શરૂ થયેલ વિરોધ પ્રદર્શન ભારતના અન્ય રાજયોમાં પહોંચી ચુકયું છે. આ દરમ્યાન ગુજરાતના વડોદરાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સમાચાર મુજબ વડોદરામાં થયેલ હિંસક પ્રદર્શન દરમ્યાન જાહેર સંપતિઓને નુકસાન પહોંચાડનારાઓ પાસેથી પોલીસ દંડ વસૂલવા જઈ રહી છે. વડોદરામાં સીએએ અંગે થઈ રહેલા વિરોધ પ્રદર્શન ઓચિંતા હિંસક થઈ ગયા હતા. આ દરમ્યાન રોષે ભરાયેલી ભીડે પોલીસ પર જોરદાર પથ્થર મારો કર્યો હતો. ત્યાર બાદ પોલીસને ફાયરીંગ કરવી પડી હતી. જેમાં વરિષ્ઠ અધિકારીઓ સહિત કેટલાક પોલીસવાળા ઘાયલ થયા હતા. આ હિંસક ઘટના પછી રાજયના ઉપપ્રમુખમંત્રી નીતિન પટેલે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું સાથે જ આ ઘટના માટે જવાબદાર ગણાવી હતી. તેની સાથે જ પોલીસે નાગરિકતા કાયદો ર૦૧૯ની વિરૂદ્ધ થયેલા હિંસક પ્રદર્શનમાં સામેલ રહેલા ૮ હજાર લોકો પર હત્યાનું ષડયંત્ર અને અન્ય કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અમદાવાદથી કોંગ્રેસ ધારાસભ્ય સહિત ૪૯ લોકોની ધરપકડ પણ થઈ હતી.
જાણ થાય કે આ પહેલા નાગરિકતા સંશોધન કાયદાની વિરૂદ્ધ હિંસા દરમ્યાન યુપીમાં જાહેર સંપતિઓને નુકસાન પહોંચાડનારાઓ પાસેથી યોગી સરકાર દ્વારા દંડ વસુલવામાં આવી રહ્યો છે. તે માટે આરોપીઓને નોટિસ પણ મોકલવામાં આવી રહી છે. એટલું જ નહીં ઉત્તરપ્રદેશમાં આવા લોકોની પ્રોપર્ટી પણ જપ્ત કરવામાં આવી રહી છે.
યુપી પછી હવે ગુજરાતમાં પોલીસની ગાડીઓને નુકસાન પહોંચાડનારાઓ પાસેથી દંડ વસૂલવામાં આવશે

Recent Comments