જેલની ક્ષમતા કરતા વધુ કેદીઓ છે, કોરોના સંક્રમિત કેદીઓને ક્વોરન્ટાઈનની કોઈ સુવિધા નથી

(એજન્સી) લખનૌ, તા.૧૫
ઈલ્હાબાદ હાઈકોર્ટે યુપી સરકારે આદેશ આપ્યો છે કે, બસ્તી જિલ્લા જેલની હાલાત સુધારવા માટે યોગ્ય અને સુધારાત્મક કાર્યવાહી કરવામાં આવે. હાઈકોર્ટનાં પ્રમુખ જસ્ટિસ શશિકાંત ગુપ્તાએ પોતાના ૧૧ નવેમ્બરનાં નિર્ણયમાં આ આદેશ જારી કર્યો હતો. તાજેતરમાં બસ્તી ડિસ્ટ્રક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના સચિવે જેલની સમીક્ષા કરી કોર્ટમાં પોતાની રિપોર્ટ દાખલ કર્યો હતો. હાઈકોર્ટે આના પર સુનાવણી કરી છે. કોર્ટે કહ્યું કે, રિપોર્ટમાં એવુ લાગી રહ્યુ છે કે, બસ્તી જિલ્લા જેલમાં કેદીઓનાં રહેવા-ખાવા ઉપરાંત આની ક્ષમતાથી વધુ કેદીઓ છે. હાઈકોર્ટે કહ્યું કે, બધા લોકોને સારી રીતે ખબર છે કે, કેદીઓના પણ માનવ અધિકારો છે અને રિપોર્ટમાં જે જરૂરી વસ્તુઓ પર જોર આપવામાં આવ્યુ છે ત્યાં કઈપણ નથી. આ મામલે કોર્ટે રાજ્ય સરકારને સમન્સ પાઠવ્યોે છે અને આના પર જવાબ આપવા કહ્યું છે. કોર્ટે યોગી સરકારને રિપોર્ટમાં બતાવેલી ખામીઓને દૂર કરવા જરૂરી પગલાઓ લેવા આદેશ આપ્યા છે. જેલની હાલતને સુધારવામાચે યોગ્ય અને સુધારાત્મક કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવે. આ મામલે આગળની સુનાવણી ૨૯ નવેેમ્બરે ૨૦૨૦નાં રોજ થશે. નોંધનીય છે કે, ઓથોરિટી સચીવે જેલની મુલાકાત લઈ ત્યાંના હાલાતોની સમીક્ષા કરી હતી. અને જેલની ખરાબ સ્થિતીની રિપોર્ટ જિલ્લા ન્યાયાધીશને મોકલી જ્યાં તેમણે રિપોર્ટને ચીફ જસ્ટિસ ઓફ હાઈકોર્ટને મોકલી આપી હતી. રિપોર્ટમાં સહવિસ્તાર બતાવવામાં આવ્યુ છે કે, બસ્તી જેલમાં જેલની ક્ષમતા કરતા વધુ કેદીઓ છે અને સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવામાં આવતુ નથી. મેડિકલ સુવિધાનો પણ અભાવ છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વ્યવસાયિક તાલીમ માટેની પણ કોઈ સુવિધા નથી. પેરોલની સુનાવણી બિનજરૂરી રીતે વિલંબિત છે. અહીં લાઇબ્રેરીની સુવિધા પણ નથી. કેદીઓને ભણાવવા શિક્ષકો છે પણ તેઓ આવતા નથી. સીસીટીવી કેમેરા ખામીયુક્ત છે. કોરોના વાયરસથી સંક્રમિત કેદીઓ માટે પણ ક્વોરેન્ટાઇન સુવિધા નથી.