(એજન્સી) લખનૌ, તા.ર૭
યુપીની ત્રાસવાદ વિરોધી દળ (એટીએસ)એ લશ્કરે તોઈબાના ત્રાસવાદી સંગઠન સાથે જોડાયેલા ૧૦ લોકોને ઝડપી લીધા હતા અને ટેરર ફંડીંગ પર્દાફાશ કર્યો હતો. તેમને ગોરખપુર, લખનૌ, પ્રતાપગઢ અને મધ્યપ્રદેશના રેવાથી પકડયા હતા. પકડાયેલા આરોપીઓમાં ૧. નસીમ અહેમદ, ર. નઈમ અર્શદ, ૩. સંજય સરોજ, ૪. બિરજ મિશ્રા, પ. સાહિલ મસીર, ૬. પ્રતાપસિંગ, ૭. મુકેશ પ્રસાદ, ૮. નીખીલ રાય ઉર્ફે મુશરફ અન્સારી, ૯. અંકુર રાય, ૧૦. દયાનંદ યાદવનો સમાવેશ થાય છે. ૩ મુસ્લિમ સિવાય ૭ હિન્દુઓની એટીએસ દ્વારા ત્રાસવાદી સંગઠન લશ્કર સાથેના સંબંધો અને ફંડિંગ અંગે ધરપકડ કરી હતી. એટીએસના આઈજી અસીમ અરૂણે કહ્યું કે આરોપીઓ લશ્કરે તોઈબાના સંપર્કમાં હતા અને નકલી બેંક ખાતા ખોલાવી નાણા પહોંચાડતા હતા. તે માટે ભારતીય એજન્ટોને ૧૦થી ર૦ ટકા કમિશન મળતું હતું. ૧ કરોડના નાણાની હેરાફેરી બહાર આવી છે. પકડાયેલા આરોપીઓ લશ્કરના આતંકવાદ સાથે જોડાયેલા હતા. તેઓ શું થવાનું છે તે જાણતા હતા. વધુ તપાસ ચાલી રહી છે. ભારતીય રાષ્ટ્રવાદી બ્રિગેડ અત્યાર સુધી એવો હોબાળો મચાવતી હતી કે ત્રાસવાદ સાથે ફકત મુસ્લિમો જ સહાનુભૂતિ રાખે છે. પરંતુ તેમની આ માન્યતા જુઠી સાબિત થઈ છે. ભાજપ આ મુદ્દે ધાર્મિક માન્યતાના આધારે તેનો ધિક્કારનો એજન્ડા ચલાવતો હતો અને મતનું ધ્રુવીકરણ કરતો હતો. કેસરીયા બ્રિગેડ પણ સોશિયલ મીડિયા પર આરોપીઓની ધાર્મિક ઓળખ મુજબ ત્રાસવાદને જોડતા હતા. ભારતીય મુસ્લિમોને વારંવાર દેશ વિરોધી ટોણાં સહન કરવા પડતા હતા. પરંતુ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી ભાજપના આઈટી સેલે ધ્રુવ સકસેનાની પાકિસ્તાન માટે જાસૂસી હેઠળ ધરપકડ કરાઈ હતી.