(એજન્સી) તા.પ
યુરોપમાં ઈસ્લામ સાથે દુશ્મની માટે આ જ સમય કેમ પસંદ કર્યો ? શું યુરોપે પણ ઈસ્લામનો સામનો કરવા માટે કમર કસી લીધી છે. યુરોપના વિવિધ દેશો અને શહેરોમાં ઈસ્લામોફોબિયા અને ઈસ્લામ વિરોધી કાર્યવાહીઓમાં થતી વૃદ્ધિથી જાણવા મળે છે કે આ દેશોમાં આંધળો જાતિવાદ અત્યારેે પણ ભરેલો છે.
યુરોપમાં ઈસ્લામફોબિયા તે વિષયોમાંથી છે કે ક્યારે તો તેની પર ધ્યાન જ આપવામાં આવતું નથી અને ક્યારે તેની આગને ખૂબ જ ભડકાવી દેવામાં આવે છે. હાલમાં જ યુરોપના અનેક દેશોમાં ઈસ્લામોફોબિયાની કાર્યવાહીઓ થઈ છે. જેનાથી જાણવા મળે છે કે આ દેશોમાં આંધળો જાતિવાદ છે. અત્યારે હાલમાં જ સ્વીડનમાં વિચિત્ર ઘટના થઈ અને એક કટ્ટરપંથી જૂથે પવિત્ર કુર્આનને આગ ચાંપી દીધી. તેના થોડાક કલાકો પછી જ એક કટ્ટરપંથી મહિલાએ પવિત્ર કુર્આનને સળગાવવાનો એક વીડિયો બનાવ્યો અને સોશિયલ મીડિયા પર તેને વાયરલ કરી દીધી. સોશિયલ મીડિયાના એક યૂઝર અબ્દુરહમાન અલખતીબે ટ્‌વીટ કર્યું કે સ્વીડન અને યુરોપના અન્ય દેશોમાં થનારી ઈસ્લામોફોબિયાની કાર્યવાહીઓ પર કોઈએ કંઈ પણ કહ્યું નહીં માટે સ્વીડન પછી બેલ્જિયમ જેવા હવે બીજા યુરોપીય દેશોમાં કટ્ટરપંથી લોકો જાહેરમાં આ કાર્યવાહીઓ કરી રહ્યા છે. જો પ્રથમ વખત જ મુસ્લિમો એકજૂથ થઈને પ્રતિક્રિયા વ્યક્ત કરતાં તો અન્ય દેશમાં આ ઘટનાનું પુનરાવર્તન ના થતું. કેટલાક ટીકાકારોનું કહેવું છે કે આ કામ ખૂબ જ વ્યવસ્થિત રીતે કરવામાં આવી રહ્યું છે, જ્યાં સંપૂર્ણ વિશ્વ ઈઝરાયેલ અને અરબ દેશોની વચ્ચે સંબંધોની ખુશીઓમાં છે ત્યાં યુરોપે ઈસ્લામોફોબિયાનું મશીન ઝડપી કરી દીધું છે. લઘુમતી મુસ્લિમોના અધિકારોનું સમર્થન કરનારી સંસ્થાએ યુરોપમાં ઈસ્લામોફોબિયાની ઘટના પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા લખ્યું કે મુસ્લિમોની ભાવનાઓને દુઃખ પહોંચાડનારી આ તમામ ઘટનાઓમાં સૌથી ધ્યાન યોગ્ય બિંદુ એ છે કે આ તમામ ઘટનાઓને પોલીસ કર્મચારીઓની સામે અંજામ આપવામાં આવ્યો. આ સંસ્થાનું કહેવું છે કે હોલેન્ડ, ફ્રાન્સ, ડેનમાર્ક અને અન્ય યુરોપી દેશોમાં જે ઘટનાઓ થઈ છે તેમાં અમે જોયું કે પોલીસની સામે કટ્ટરપંથી કાર્યવાહીઓને અંજામ આપી રહ્યા છે અને પોલીસ મૂકદર્શક બની છે.