છાપી,તા.ર૪
પાલનપુર તાલુકાના ગોળા ગામના વતની કિશન કુમાર બાબુભાઈ શ્રીમાળી અને તેમની પત્ની સંગીતાબેન અને બે સંતાનો સાથે વડગામ તાલુકાના છાપી ખાતે મહેશ્વરી કોલોનીમાં રહી હાઇવે ની એક દુકાન કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા જ્યાં તા.૬/૩/૨૦૧૮ના રોજ કિશનભાઈએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જેની સામાજિક રીતરિવાજ પ્રમાણે તેમના વતન ગોળા ખાતે ગત તા.૭/૩/૨૦૧૮ ના રોજ દફનવિધિ કરવામાં આવી હતી જોકે પાછળથી પરિવારજનોને કિશન ના મોતને લઈ અનેક શંકા-કુશંકાઓ થતા જેમાં મોતના અનેક કારણો બહાર આવતા મૃતકના ભાઈ કિરણકુમાર શ્રીમાળીને શંકા ઉપજી હતી જેમને પોતાના નાના ભાઈએ આપઘાત નહિ પણ તેમનીે કોઈએ હત્યા કરી હોવાની આશંકા થતા તેના મૃતદેહનું પીએમ કરવા માટે જિલ્લા પોલીસ વડા નીરજ બડગુજર, છાપી પી.એસ.આઇ એમ એમ દેસાઈ પાલનપુર એજ્યુકેટેડ મેજિસ્ટ્રેટને લેખિત અરજી કરી હતી જેને મેજીસ્ટ્રેટએ મૃતુક ના મૃતદેહ ને જમીનમાંથી બહાર કાઢી પીએમ કરવા નો હુકમ કર્યો હતો જે અંતર્ગત મૃત્યુક કિશનભાઇના મૃતદેહને સોમવારે મેડિકલ ઓફિસર છાપી, રતનપુર હાજરીમાં મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો અને તેનું પીએમ કરવા માટે અમદાવાદ સિવિલમાં આવેલા ફોરેન્સિક વિભાગમાં મોકલી આપવામાં આવ્યો હતો આ ઘટનાને લઇ ગોળા ગામના સ્મશાન ખાતે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસે કડક બંદોબસ્ત ગોઠવ્યો હતો જો કે પીએમ રિપોર્ટ બાદ મૃતકના મોત અંગેના સાચું કારણ બહાર આવશે તેવુ પોલીસે જણાવ્યું હતું.