(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.રપ
અલ્હાબાદ યુનિવર્સીટીમાંથી નર્સિંગ વિભાગની ખોટી ડિગ્રી અને સર્ટીફેકેટ બનાવીને સ્ટુડન્ટ વિઝા પર લંડન જતી યુવતીના આગોતરા જામીન અરજીને સેસન્સ કોર્ટે રદ્દ કરી હતી જે ગુજરાત હાઈકોર્ટે મંજૂર કરી છે . કેસ ની વિગત મુજબ નિકોલ વિસ્તારમાં રહેતી ૨૨ વર્ષીય ધરતી પટેલે લંડનના સ્ટુડન્ટ વિઝા મેળવવા માટે રાહુલ ત્રિવેદી નામના વિઝા એજન્ટનો સંપર્ક કર્યો હતો. રાહુલે ૨.૫૦ લાખ રૂપિયામાં ધરતીને લંડનના વીજા અપાવી દેવાની વાત કરી હતી. અને વિઝા ઝડપથી મેળવવા માટે શોર્ટ કટ નો માર્ગ શું અપનાવો જોઈએ તે પણ ધરતીને જણાવ્યું હતું કે તેઓ સો પ્રથમ અલ્હાબાદ યુનિવર્સીટીમાંથી નર્સિંગ વિભાગની ખોટી ડિગ્રી અને સર્ટિફિકેટ બનાવશે અને તેના આધારે લંડનના સ્ટુડન્ટ વિઝા મેળવશે.
ધરતીએ રાહુલની વાત માનીને લંડનના વિઝા મેળવાની કોશિશ શરુ કરી હતી. જેમાં ધરતીને સફળતા પણ મળી ગઈ હતી. અને તે ઓક્ટોબર મહિનાની ૯મી તારીખે લંડન જવા માટે અમદાવાદ એરપોર્ટ પર પહોંચી હતી. ત્યાં ઈમિગેશન વિભાગને ધરતીના માર્કશીટો પર શંકા જતા તેમણે તે માર્કશીટોની ચકાસણી કરતા તેમને ખબર પડી હતી કે ધરતીની તમામ માર્કશીટો અને સાર્ટિફિકેટ ખોટી છે. અને તે ખોટી રીતે લંડન જઈ રહી છે. તેથી તેમણે એરપોર્ટ પોલીસને આ મામલાની જાણ કરતા એરપોર્ટ પોલીસે ધરતી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અને આ મામલે ધરતીએ પોલીસની પકડથી બચવા માટે સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી મુકતા કોર્ટે તે અરજીને ફગાવી દીધી હતી.