(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૬
શહેરના વરાછા રોડ પરના ઉપર ગાયત્રી સોસાયટીના પ્લોટ નંબર-૨૯૭માં રહેતા જયપાલ ઉર્ફે જયદીપ રમેશભાઇ કાટરિયા મજૂરી કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાય છે. શહેરના મુથુટ ફાઇનાન્સમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા કર્મચારીની દીકરી ગત તા.૪ સપ્મેબર ૨૦૧૮ના રોજ પોતાના ઘરેથી કોઇને કઇ પણ કહ્યા વગર ક્યાંક ચાલી ગઇ હતી. આ અંગે યુવતીના પિતાએ કાપોદ્રા પોલીસ મથકે અરજદાર આરોપી જયપાલ કાટરિયા વિરૂદ્ધ જાણવાજોગ નોંધ કરાવી હતી. જેથી પોલીસે તપાસ હાથ ધરી ગુમ થયેલી સગીરાને શોધી નાંખી હતી. જેના નિવેદન પરથી પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે જયપાલની ગઇ તા.૧૯ સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરી હતી. જેને કોર્ટે જેલમાં મોકલી આપ્યા હતા. કેસમાં બચાવ પક્ષના એડવોકેટની ધારદાર દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખી આ યુવકની શરતી જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો.