અમરેલી, તા.૧૮
ખાંભાના ઉમરીયા ગામે રહેતી એક અપરણિત યુવતી ડંકીએ કપડાં ધોવા ગઈ હતી ત્યારે પાડોશી શખ્સે યુવતીનું બાવડું પકડી નેરામાં લઇ જઈ બળજબરીપૂર્વક યુવતીની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ કરી બાદમાં વારંવાર દુષ્કર્મ કરી યુવતીને ગર્ભવતી બનાવતા પાડોશી શખ્સ સામે ખાંભા પોલીસમાં ફરિયાદ નોંધાવેલ હતી.
આ અંગે મળતી વિગતો અનુસાર ખાંભાના ઉમરીયા ગામે રહેતી એક ૨૩ વર્ષીય અપરણિત યુવતી પાંચેક મહિના પહેલા પોતાના ઘર પાસે આવેલ ડંકીએ કપડાં ધોવા ગઈ હતી ત્યારે તેના ઘર પાસે રહેતો પાડોશી શખ્સ કનુભાઈ માધુભાઈ નસીત આવેલ હતો અને યુવતીનું બાવડું પકડી નજીકમાં આવેલ નેરામાં લઇ ગયેલ હતો અને યુવતીની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચરેલ હતું અને કોઈને કહીશ તો પતાવી દઈશ તેવી ધમકી આપી હતી બાદમાં વારંવાર યુવતીને એકલી ભાળી નેરામાં લઇ જઈ વારંવાર દુષ્કર્મ આચરતો હતો. આ કૃત્યથી યુવતીને ચાર મહિનાનો ગર્ભ રહી જતા યુવતીએ તેના માતા પિતાને વાત કરતા ખાંભા પોલીસમાં નરાધમ શખ્સ કનુ મધુ નસીત સામે ફરિયાદ નોંધાવેલ હતી.
યુવતી પર વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવ્યાની યુવક સામે ફરિયાદ

Recent Comments