પાલનપુર, તા.૧૧
મૂળ પાલનપુરના અને હાલમાં ભૂજ ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ મુકેશ દરજી વિરૂદ્ધ ચડોતરની યુવતીએ શારીરિક સંબંધ બાંધવાની ધમકી આપી ૨૫ લાખ ખંડણી માંગ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે પાલનપુરની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરી ૧૪ દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે ૫ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
યુવતી સાથે મુકેશ દરજીની મિત્રતા થતા તેણે કેટલીક તસવીરો ખેંચાવી હતી જ્યારે બિલ્ડર સાથેની તસવીરો ઝેન્ડરથી ટ્રાન્સફર કરી લીધી હતી. જેથી યુવતીને શારીરિક સંબંધ રાખવા દબાણ કરતો હતો. જો તે સંબંધ નહીં રાખે તો તસવીરો વાયરલ કરવાની ધમકી આપતો હતો. મુકેશ દરજીએ તેના જે વ્યક્તિ સાથેનો ફોટોગ્રાફ્સ હતા તેને ફોન કરી ૨૫ લાખની ખંડણી માંગી હતી. જેમાં સેટલમેન્ટ કરી ૫ લાખ લેવાનું નક્કી કર્યું હતું. આરોપીને આજે કોર્ટમાં રજૂ કરતા પોલીસકર્મીઓની ભીડ ઊમટી પડી હતી.