હિંમતનગર, તા.ર૧
યુવા ઈન્વેન્ટર ટેક્સ્ટ ર૦ર૦ IIT બોમ્બે દ્વારા આયોજિત એશિયાનો સૌથી મોટો તકનીકી મહોત્સવ ૧૯ ડિસેમ્બરના રોજ યોજાયો હતો.
જેમાં WITBLOX સાથે મળીને રપ૦થી વધુ શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં ૧રપ૦ પ્રોજેક્ટ આઈડિયા આવેલ જેમાં હિંમતનગરની રૂમી ઈંગ્લિશ હાઈસ્કૂલમાંથી ત્રણ પ્રોજેક્ટ મોકલવામાં આવેલ. તેમાંથી એક પ્રોજેક્ટને ટોપ-ર૦માં પસંદ કરવામાં આવ્યો હતો. શાળાને ગ્રાન્ડ ફિનાલેમાં પ્રથમ નંબરે વિજેતા જાહેર કરાઈ હતી. શાળાએ વેસ્ટ ડાયપરનો ઉપયોગ કરીને તેની પર પ્રોજેક્ટ મોકલેલ જે પસંદગી પામેલ. જે વિદ્યાર્થિની હુમેરા મજા તથા ફસિહા મુતવલ્લી માર્ગદર્શક શિક્ષક નાઝિયાબેન લાલા અને ટીમે રપ હજારનું રોકડ ઈનામ જીતેલ છે. શાળાને ગૌરવપૂર્ણ જીત અપાવવા બદલ મંડળના સભ્યો, પ્રિન્સિપાલ તથા સ્ટાફે વિજેતા વિદ્યાર્થિનીઓ તથા ટીમને શુભેચ્છા પાઠવી હતી.
Recent Comments