લખનઉ,તા.૧૯
ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે એકવાર ફરી વિવાદિત નિવેદન આપ્યુ છે. આ વખતે તેમણે બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતી માટે નિવેદન આપ્યુ છે. સુરેન્દ્ર સિંહે કહ્યુ કે માયાવતી રોજ ફેસિયલ કરાવે છે એટલે તે નરેન્દ્ર મોદી પર પ્રશ્ન ઉઠાવે નહીં. ચૂંટણીનો સમય નજીક આવતા જ નિવેદનબાજી પણ શરૂ થઈ ગઈ છે. પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહેનાર ઉત્તર પ્રદેશના બલિયાના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીને લઈને વિવાદિત ટિપ્પણી કરી છે. સુરેન્દ્ર સિંહે કહ્યુ કે માયાવતી રોજ ફેસિયલ કરાવે છે. તો શું અમારા નેતાને પણ શોખીન કહેશે. માયાવતીની ઉંમર થઈ ગઈ છે. છતાં તે પોતાને જવાન સાબિત કરે છે. જો કોઈ વસ્ત્ર પહેરે છે તો વસ્ત્ર પહેરવા કોઈ શોખ નથી.