(એજન્સી) સંડે ટાઈમ્સ,તા.૮
લંડનમાંથી ૬ વર્ષ પહેલા ગુમ થયેલ બ્રિટીશ સગીર છોકરી સીરિયાના દાઈશ લડવૈયાઓની પત્નીઓની અટકાયતી કેમ્પમાંથી મળી આવી હતી. જે તે સમયે સગીર નસરા અબુકર ૧૮ વર્ષની હતી, તે ૨૦૧૪ના વર્ષમાં પોતાના ઘર દક્ષિણ લંડનના લેવીશામથી સીરિયા ગઈ હતી જેના લીધે એની વ્યાપક શોધખોળ આરંભાઈ હતી. ટાઈમ્સના જણાવ્યા મુજબ અબુકર દાઈશો સાથે જોડાવવા સીરિયા ગઈ હતી અને પછીથી ત્રાસવાદી સંગઠનના બ્રિટીશ સાથી સાથે લગ્ન કર્યા હતા. જેના થકી એને બે પુત્રો ફારીસ અને તલ્હા થયા હતા. જોકે એક હવાઈ હુમલામાં ફારીસનું મોત થયું હતું પણ ૩ વર્ષીય તલ્હા એમની સાથે જ હતો. તેઓ સીરિયાની અલ-હવલ અટકાયતી કેન્દ્રમાં રહેતા હતા. એમના પતિ અસીલ મુથાનાની કુર્દીશના નિયંત્રણ હેઠળના રોવાજા પ્રાંતમાં ધરપકડ કરવામાં આવી હતી. એ સ્પષ્ટ નથી કે એમને ક્યાં રાખવામાં આવ્યા છે. પત્રકારોએ અબુકરની હાજરી સીરિયામાં હોવાની જણાવી હતી. આ હકીકતની માહિતી દાઈશોની ભરતી કરનાર મુથાના સાથે થયેલ ઈન્ટરવ્યુંમાં મળી હતી. એક ઇન્ટરવ્યુમાં મુથાનાએ જણાવ્યું હતું કે એમણે ગુપ્ત રીતે બ્રિટીશ દાઈશ સાથે લગ્ન કર્યા છે જેને એક પુત્ર પણ છે અને એ પત્ની સાથે દાઈશોમાં ભરતી થવા ઈચ્છે છે. અબુકર અને મુથાના દાઈશ ગ્રુપ સાથે માર્ચ ૨૦૧૯ સુધી રહ્યા હોવાનું માનવામાં આવે છે. ૨૪ વર્ષીય અબુકરનો કેસ શમીમા બેગમ જેવો જ છે. એ ત્રણ છોકરીઓમાંથી એક હતી જેઓ ૨૦૧૫ના વર્ષમાં દાઈશ સાથે જોડાવવા સીરિયા આવી હતી. બંને છોકરીઓની બ્રિટીશ નાગરિકતા બ્રિટીશ સરકારે રદ્દ કરી છે અને બંનેને રાષ્ટ્રની સુરક્ષા માટે જોખમી બતાવ્યા છે. ગયા વર્ષે બેગમ પણ અલ-હવલ કેમ્પમાંથી મળી આવી હતી, અબુકર અને બેગમ બંને યુકે પાછા ફરી કાયદાનો સામનો કરવા માંગે છે. એમની માતાએ કહ્યું કે મને મારી પુત્રી સાથે કોઈ સંપર્ક નથી. મને એમના પતિ વિષે પણ કંઈ ખબર નથી. જ્યારે નસરા ઘર છોડી ગઈ હતી ત્યારે તે ૧૮ વર્ષની હતી. તે વયસ્ક હતી એમાં મારી કોઈ ભૂલ નથી. એમને પૂછયું કે શું એ ઈચ્છે છે કે એમની પુત્રી અને પૌત્રી પાછી ફરે. એના જવાબમાં એમણે કહ્યું કે આ સરકારનું કામ છે. મારા હાથમાં નથી. હું કંઈ કરી શકું નહિ.