(એજન્સી) તા.રર
મીડિયાના અહેવાલ પ્રમાણે યુકેની સંસદની બહાર એક ગેરવ્યક્તિ દ્વારા કરવામાં આવેલા વંશીય હુમલામાં એક ભારતીય શીખની પાઘડી ફાડી નાખવામાં આવી હતી.
પંજાબના રહેવાીસ ૩૭ વર્ષીય રવનીતસિંહે કહ્યું હતું કે બુધવારે તે જ્યારે પોર્ટફલિસ હાઉસ કે જે બ્રિટિશ સંસદનો એક ભાગ છે. તેમાં દાખલ થવા માટે રાહ જોઈ રહ્યા હતા ત્યારે તેમની પર હુમલો થયો હતો. રવનીતસિંહ લેબર પાર્ટીના શીખ સંસદ તનમનજીતસિંહ ધેશીને મળવા માટે ત્યાં ગયા હતા.
રવનિતસિંહે કહ્યું હતું કે જ્યારે તેઓ હારમાં ઊભા હતા ત્યારે એક વ્યક્તિ ‘મુસ્લિમ પાછા જાવ’ની બૂમો પાડતા તેમની તરફ આવ્યો અને તેમની પાઘડી ઉતારવાનો પ્રયત્ન કર્યો. રવનિતસિંહે કહ્યું હતું કે તે જોરથી મારી પાઘડી ખેંચી રહ્યો હતો. તેણે અડધી પાઘડી ખેંચી લીધી હતી પરંતુ મેં સંભાળી લીધી. એ પહેલાં કે તે બીજું કશું કરી શકે મેં તેની તરફ બૂમ પાડી અને તે ભાગી ગયો. સિંહે કહ્યું હતું કે તેણે અન્ય ભાષામાં વંશીય ટિપ્પણી કરી હતી જેને તે સમજી શક્યા ન હતા. તેમણે કહ્યું કે તે ગોરો માણસ હતો પણ અંગ્રેજ લાગતો ન હતો. લેબર પાર્ટીના સાંસદ ધેશીએ આ ઘટના વિશે નફરત વ્યક્ત કરી હતી. તેમણે ટિ્‌વટ કર્યું હતું કે આ જે નફરતથી ભરેલા કોઈ વ્યક્તિએ યુ.કે.ની સંસદની બહાર ઊભેલા મારા મહેમાનોની પાઘડી ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો. મને આશા છે કે સત્તાવાળાઓ આ ઘટના માટે તાત્કાલીક પગલાં લેશે.
આ ઘટનાની પોલીસ તપાસ કરી રહી છે. પરંતુ અત્યાર સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી.