વડોદરા, તા.પ
ઉત્તરપ્રદેશના હાથરસમાં યુવતી પર થયેલ દુષ્કર્મ અને હત્યાના બનાવને લીધે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના રાજીનામાંની માંગણી સાથે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે બપોરે “મૌન સત્યાગ્રહ” યોજી ક્લેક્ટર ઓફિસ ખાતે દેખાવો કરવામાં આવતા રાવપુરા પોલીસ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી.
યુપીના હાથરસ ખાતે યુવતી પર બળાત્કાર તથા હત્યાના બનાવને પગલે સમગ્ર દેશમાં આક્રોશ છે ત્યારે કોંગ્રેસ દ્વારા પણ ઠેર-ઠેર વિરોધ પ્રર્દશન કરવામાં આવી રહ્યા છે. આજે વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રશાંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરો કલેકટર કચેરીએ ભેગા થયા હતા. તથા હાથરસમાં ભોગ બનેલી મૃતક યુવતીને ન્યાયની માંગણી સાથે. મૌન સત્યાગ્રહ કરી પ્રદર્શન કરવામાં. આવ્યું હતું. તથા યુપીની ભાજપ સરકાર આવા બનાવોને રોકવામાં નિષ્ફળ પૂરવાર થઇ છે તેવા આક્ષેપ સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથના રાજીનામાંની માંગણી કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.આ પ્રદર્શનમાં કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, વિરોધ પક્ષ ન નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ કોંગ્રેસ અગ્રણી જાવેદ ધુપેલવાલા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો હજાર રહ્યા હતા.
કોંગ્રેસ દ્વારા મૌન પ્રદર્શન ચાલી રહ્યું હતું તે દરમ્યાન ત્યાં આવી પહોંચેલી પોલીસે મૌન પ્રદર્શન કરી રહેલા કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી.