(એજન્સી) લખનૌ, તા.ર૩
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ડઝનભર મંત્રીઓ સાથે વિશ્વ પ્રસિદ્ધ બરસાનેની લટ્‌ઠમાર હોળી અને વૃજ સંસ્કૃતિનો આનંદ ઉઠાવશે. યોગી આદિત્યનાથ શનિવારે બરસાના આવી રહ્યા છે. તે માટે જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. તંત્ર યોગીના આગમન માટે વ્યવસ્થા ગોઠવી રહ્યું છે. તો બીજી તરફ ખેડૂતો બહુ દુઃખી છે. યોગી આદિત્યનાથના હેલિકોપ્ટરને ઉતારવા માટે એક ખેતરમાં પાક પહેલેથી જ કાપી લેવો પડ્યો છે. આવો આદેશ ઉપરથી આવ્યા બાદ થઈ રહ્યું છે. જેથી ખેતરમાં યોગીનું હેલિકોપ્ટર ઉતરી શકે. ખેતરમાં હેલિપેડ બનાવાઈ રહ્યું છે. જે ખેતરમાં પાકને કાપી લેવાયો છે તે ખેતરના માલિક ખેડૂત પર પહાડ તૂટી પડ્યો છે. ખેડૂત જમીન ભાડે લઈ ખેતી કરતો હતો. ખેડૂત નરેન્દ્ર ભારદ્વાજે કહ્યું કે તેણે પાંચ એકર જમીન ૬૦ હજાર રૂપિયામાં ભાડે લીધી હતી. ખેડૂત પાસે આવકનું કોઈ બીજું સાધન નથી. એપ્રિલમાં તેની પુત્રીનું લગ્ન છે. ખેતી નષ્ટ થતાં આવક ગુમાવી દીધી. ખેડૂતના કહેવા મુજબ પાક કાપી લેવા બદલ તેને કોઈ વળતર અપાયું નથી. વળતર માટે તંત્રએ કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહીં. ખેડૂતને આશા છે કે યોગી ખુદ તેમને મદદ કરે