બજરંગ દળના ગુંડાઓએ દલિત સર્વેશને છત પર લઇ જઇને લાઠી તથા સળિયાથી નિર્વસ્ત્ર કરીને માર
માર્યો, દીકરીને વેચી દેવાની અફવા પણ ખોટી
સાબિત થઇ, પોલીસે ચાર લોકોની ધરપકડ કરી • બજરંગ દળના કાર્યકરોએ દલિતની હત્યા કરી, આકરામાં આકરા પગલાં લો : સમાજવાદી પાર્ટી

(એજન્સી) લખનૌ, તા. ૮
ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લામાં એક કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં ફરી એકવાર માનવતા પર કલંક લાગ્યો છે. બદમાશ યુવકોએ દલિત સાથે ખૂબ જ ક્રૂરતાથી મારઝૂડ કરતાં તેનું મોત થઈ ગયું. તે બૂમો પાડતો રહ્યો અને બચાવવાની મદદ માંગતો રહ્યો પરંતુ લોકો તમાશો જોતા રહ્યા. રવિવારે વિસ્તારમાં અફવા ફેલાવાઇ હતી કે, આ દલિત શખ્સે પોતાની ૧૧ વર્ષની દિકરીને કોઇને વેચી દીધી છે. આ વાત સાંભળતા જ અફવાની ખરાઇ કર્યા વિના જ કેટલાક બદમાશ યુવકો લાકડીઓ અને સળિયા સાથે તેના ઘરે પહોંચી ગયા હતા અને ક્રૂરતાપૂર્વક માર મારી સર્વેશને ગંભીર રીતે ઘાયલ કરી દીધો હતો. હોસ્પિટલમાં સોમવારે ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે અને તેના આધારે પોલીસે ચાર બદમાશ યુવકોની ધરપકડ કરી છે.
ઘટનાની વિગતો અનુસાર ફિરોજાબાદના લાલપુર ગામના રહેવાસી સર્વેશ દિવાકર લગભગ ૬ વર્ષથી મૈનપુરીના ખરગજી નગર મોહલ્લામાં રહેતો હતો. તે વ્યવસાયે કંદોઈ હતો. રક્ષાબંધનના તહેવાર પર તેની પત્ની બે દીકરીઓની સાથે પિયર કોલકાતા જતી રહી હતી. સાથે રહેલી ૧૫ વર્ષીય દીકરીને સર્વેશે થોડા દિવસ પહેલા અભ્યાસ માટે નોઇડા મોકલી દીધી. બીજી તરફ કોઈએ દીકરીને વેચવાની અફવા ફેલાવી દીધી, જેની પર મોહલ્લાના કેટલાક તોફાની યુવકો અને સર્વેશ સાથે બોલાચાલી થઈ ગઈ. ત્યારબાદ સર્વેશને એક છત પર લઈ જઈને લાત-ફેંટો અને ડંડાથી ખૂબ જ મારવામાં આવ્યો. ઘટનાની જાણ થતાં પોલીસે ઘાયલ સર્વેશને જિલ્લા હૉસ્પિટલમાં દાખલ કરાવ્યો, પરંતુ સોમવાર સવારે તેનું મોત થઈ ગયું. મારઝૂડનો વીડિયો વાયરલ થતાં જ પોલીસ હરકતમાં આવી ગઈ અને આરોપીઓની ધરપકડ કરી લીધી. મૈનપુરી એસપી અજય કુમાર પાંડે જણાવ્યું કે સર્વેશે પોતાની દીકરીને અભ્યાસ માટે કોઈ પરિચિતના ઘરે મોકલી હતી. દીકરીને વેચવાનો આરોપ ખોટો છે. મોહલ્લાના જ ચાર લોકોની પોલીસે ધરપકડ કરી લીધી છે. આરોપીઓની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઈ પણ છોડવામાં નહીં આવે. આ કાવતરામાં જે પણ સામેલ હશે તેમને પણ જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવશે. સમગ્ર મામલામાં ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. આ પ્રકારના અપરાધોને પોલીસ કોઈ પણ કિંમતે સહન નહીં કરે. દરમિયાન સમાજવાદી પાર્ટી અને બસપાએ યોગી સરકાર પર નિશાન સાધી કહ્યું છે કે, બજરંગ દળના કાર્યકરોએ કચોરીની લારી લગાવનાર દલિત સર્વેશનું લિંચિંગ કર્યુ છે. આ બદમાશો સામે આકરી કાર્યવાહી કરવી જોઇએ. બસપા પ્રમુખ માયાવતીએ કહ્યું કે, દલિત સર્વેશની ગુંડાઓએ માર મારી કરાયેલી હત્યા અને તે જ પ્રકારે મહારાજ ગંજમાં ગોવિન્દ ચૌહાણ, શાહજહાંપુરમાં રાજવીર મૌર્ય, બરેલીમાં ચાસિદ, કુશીનગરમાં સુધીરસિંહ તથા બાંદામાં વિનોદ ગર્ગની ગોળી મારી હત્યાની ઘટનાઓ અત્યંત દુઃખદ.