(એજન્સી) તા.૧૨
હાથરસ કાંડ એ ઉ.પ્ર.માં વિરોધ પક્ષો માટે એક સામે ચાલીને મળેલી ભેટ સમાન છે. પરંતુ અખિલેશ યાદવ લંડનમાં રજાઓ માણી રહ્યાં છે અને માયાવતી મુખ્ય પ્રધાન સામે પડવા માગતાં નથી તે સંદર્ભમાં ભાજપનો યુપીમાં હાથરસના મામલે હાથ હજુ ઉપર છે. પોતાની જ્ઞાતિના લોકો સિવાય યોગી આદિત્યનાથે ઉ.પ્ર.માં દરેકને વિમુખ બનાવી દીધાં છે. આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે એક સર્વેને ટાંકીને જણાવ્યું છે કે આ સર્વેમાં યોગી આદિત્યનાથ પર પોતાની સરકારમાં અધિકારીઓની ભરતીમાં જ્ઞાતિ પૂર્વગ્રહ રાખવામાં આવ્યો હોવાનો આરોપ મૂક્યો છે. સંજયસિંહના જણાવ્યા અનુસાર બોર્ડમાં સ્થાન આપવામાં આવેલ ૬૪ ટકા ઠાકુરો હતા. આ સંદર્ભમાં રાહુલ ગાંધીએ ચોક્કસપણે મોં ખોલ્યું છે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે મોદીનો જેના પર કાબૂ છે એવા મીડિયા અને સંસ્થાઓ જો તમે લઇ લો તો લાંબું ટકશેે નહીં. મોદી શાસન ચલાવી રહ્યાં છે એ વાત માત્ર કલ્પના છે વાસ્તવમાં અંબાણી અને અદાણી શાસન ચલાવે છે. તેમના અવાજમાં બિલકુલ હતાશા નથી. પોલીસ તેમના ઇશારે કામ કરી રહી હોવાથી યોગીએ રાજ્યમાં અશક્ય સિદ્ધ કર્યુ છે. ઠાકુર સિવાય તેમણે તમામ વર્ગો-મુસ્લિમો, દલિતો અને ઓબીસીને વિમુખ કરી દીધાં છે અને વિકાસ દુબે કાંડ બાદ બ્રાહ્મણો પણ વિમુખ થઇ ગયાં છે. પરંતુ યુપીમાં એક નિયમ છે કે તમે બ્રાહ્મણોને વિમુખ રાખીને ચૂંટણી જીતી શકો નહીં.