અમદાવાદ,તા.૭
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીની લીગલ એન્ડ હ્યુમન રાઈટસ ડિપાર્ટમેન્ટના કન્વીનર અને શહેર કોંગ્રેસ લીગલ સેલના ચેરમેન રહી ચૂકેલા જાણીતા વકીલ યોગેશ નવીનચંદ્ર રવાણી કોંગ્રેસ પક્ષ દ્વારા રાજયસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉતારવામાં આવે તેવી શકયતા છે. જેમની ગળથૂથીમાં જ કોંગ્રેસ છે તેવા યોગેશ રવાણીના દાદા અને પિતા પણ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. યોગેશ રવાણીના દાદા પરમાનંદદાસ   સ્વાતંત્ર્ય સેનાની હતા અને કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. તેઓ સાવરકુંડલા તાલુકા પ્રમુખપદે પણ નિમણૂંક પામ્યા હતા. જયારે યોગેશ રવાણીના પિતા નવીનચંદ્ર રવાણી સાવરકુંડલા મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે ૧૯પ૧થી ૧૯૭૦ સુધી બિરાજમાન હતા. ત્યાર બાદ ૧૯૭૧થી ૧૯૭૪ સુધી કોંગ્રેસના ધારાસભ્ય અને મંત્રી તરીકે પણ નિયુકિત પામ્યા હતા. ૧૯૭૯થી ૮૯ એમ સતત બે ટર્મ સુધી તેઓ સાંસદ તરીકે પણ ચૂંટાઈ આવ્યા હતા. હાલ તેઓ છૈંઝ્રઝ્રના ડેલિગેટ તરીકે ૧૯૮૦થી સેવા આપી રહ્યા છે. હાલ યોગેશ રવાણી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીની લીગલ એન્ડ હ્યુમન રાઈટસ ડિપાર્ટમેન્ટના ચેરમેન તરીકે ર૦૧૬થી સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત તેઓએ સ્ટેન્ડીંગ કાઉન્સિલ ફોર સીબીઆઈ ગુજરાત હાઈકોર્ટ ખાતે સિનિયર કાઉન્સિલ ફોર એકસાઈઝ એન્ડ કસ્ટમ ડિપાર્ટમેન્ટ, એસ.ટી., ધી ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ સહિત અનેક રાજકીય અને બિનરાજકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા અને હાલ ગુજરાત હાઉસીંગ બોર્ડ, સાવરકુંડલા મ્યુનિસિપાલીટી, રેરા, ગુજરાત એગ્રીકલ્ચરલ લેન્ડ ડેવલપમેન્ટ બેંક, સિનિયર કાઉન્સિલ ફોર ઓએનજીસીમાં પેનલ એડવોકેટ તરીકે કાર્યરત છે.