(એજન્સી) નવી દિલ્હી, તા.૧પ
કોઈપણ રોગની સારવારમાં રોગની યોગ્ય તપાસ દવાઓ નક્કી કરવાની સાથે દવા લેવાનો યોગ્ય સમય પણ જરૂરી છે. ચિકિત્સા વિજ્ઞાનની નવી શાખા ‘ડ્રગ ક્રોનોથેરેપી’ અનુસાર તેનો વધુ લાભ લેવા તેમજ સાઈડઈફેક્ટ્‌સ ઓછી કરવા માટે દવાને શરીરની જૈવિક ઘડિયાળ અનુસાર લેવી જરૂરી છે. આ જૈવિક ઘડિયાળ, ઊંઘ, હોર્મોન તેમજ શારીરિક પ્રણાલીને નિયંત્રણમાં રાખે છે.
ક્રોનોથેરેપીના સિદ્ધાંત અનુસાર દવા લેવામાં આવે તો તેની સારવાર વધારે થાય છે. નોન સ્ટીરોઈડ ડ્રગ્સને નેપ્રોકસેન ઓસ્ટિયો આર્થ્રાઈટિસ માટે આપવામાં આવે છે. તેને દુખાવાના થોડાક કલાકો પહેલાં લઈ લો. જેમ કે બપોરે દુખાવો વધારે થાય છે તો તેને સવારે ૮-૧૦ કલાકની વચ્ચે, સાંજે દુખાવો રહેતો હોય તો બપોરે ૧રથી ૧ કલાકની વચ્ચે તથા જો રાત્રે દુખાવો રહેતો હોય તો સાંજે ૪થી પ કલાકની વચ્ચે દવા લો.
મોર્નિંગ પિલ્સ આવી દવાઓમાં સેલેકિટવ સેરોટોનિન રિયૂપ્ટેક ઈન્હિબિટર્સ જેવા ખાસ તત્ત્વો હોય છે, જે ઊંઘમાં ખલેલ પહોંચાડવા જેવી ખરાબ અસરો ઊભી કરે છે. એવામાં તજજ્ઞો તેને જાગ્યા પછી લેવાની સલાહ આપે છે.
ઓસ્ટિયોપોરોસિસની દવાઓ તેને શરીર સરળતાથી શોષી શકતું નથી. ચિકિત્સક તેને સવારે ખાલી પેટે, પાણીની સાથે લેવાની સલાહ આપે છે. આને લીધા બાદ એક કલાક પછી નાસ્તો કરો.
બળતરા ના થાય તેવી દવાઓ પેટમાં રાત્રે ૧૦થી રની વચ્ચે વધારે પ્રમાણમાં એસિડ બને છે. એવામાં એસિડ ઘટાડનારી દવાઓ લઈ રહ્યા છો તો તેને ભોજનના અડધો કલાક પહેલાં લઈ લો. તેનાથી પેટમાં એસિડ બનવાની પ્રક્રિયા ધીમી થઈ જશે.
એલર્જેનિક દવાઓ આવી દવાઓ જેવી કે કલેરિટિન લેવાના ૮-૧ર કલાક બાદ તેની વધારે અસર જોવા મળે છે. તેને રાત્રે જમ્યા પછી લેવાની સવારે એલર્જીની તીવ્રતા વધતી નથી.
કોલેસ્ટ્રોલની દવાઓ : લીવરમાં કોલેસ્ટ્રોલનું ઉત્પાદન અડધી રાતના સમયે વધારે તેમજ સવારથી બપોર સુધીમાં ઓછું થઈ જાય છે. તેથી કોલેસ્ટ્રોલ ઘટાડનારી દવાઓ (સ્ટેટિન) રાત્રે સૂવાના સમયે જ લેવી જોઈએ.
બ્લડપ્રેશરની દવાઓ : સામાન્ય રીતે બીપી દિવસમાં વધારે તેમજ રાત્રે ઓછું હોય છે. કેટલીક દવાઓને રાત્રે સૂતા પહેલાં તરત જ લેવાની સલાહ આપવામાં આવે છે, જેથી દિવસમાં પણ બીપી નિયંત્રણમાં રહે.