(એજન્સી) તા.૧
૧૯૯૧માં ભારતીય અર્થતંત્રમાં પેમેન્ટમાં આર્થિક સંકટ જોવા મળ્યું હતું. ભારત ફોરેન એક્સચેન્જથી બહાર થઈ ગયું હતું. ભારતે બેલઆઉટ પેકેજ માટે ઝ્યુરિક પાસેથી તેનું ગોલ્ડ રિઝર્વ એરલિફ્ટ કરવું પડ્યું હતું. જો કે, ત્યારે પણ મનમોહન સિંહ નાણામંત્રી તરીકે દેશની વહારે આવી ગયા હતા અને તેમના કરેલા સુધારાના કારણે જ ભારતીય અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકાયા હતા.
કોંગ્રેસ પાર્ટી માટે મનમોહન સિંહ રાતો રાત તારણહાર બની ગયા હતા. તેમણે દેશ માટે જ નહીં પરંતુ કોંગ્રેસ પાર્ટી માટે પણ મજબૂત કામ કર્યુ હતું. આ ૯૦ના દાયકાની વાત છે. મનમોહન સિંહે જ ભારતના મધ્યમવર્ગના લોકોને નવી આશા આપી હતી.
હવે મનમોહન સિંહ ૮૭ વર્ષના થઇ ચૂક્યા છે. તેઓ ૨૦૦૪-૨૦૧૪ દરમિયાન દેશના વડાપ્રધાન પદે પણ રહી ચૂક્યા. જો કે, તેમની અંતિમ મુદ્દત સારા કામો સાથે પૂરી ભલે ન થઈ પણ ઈતિહાસ તેમને તેમના સારા કામોને કારણે હંમેશા યાદ કરશે. કોંગ્રેસ પાર્ટીને હવે આવા જ નવા તારણહારની જરૂર છે જે દેશના અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકી શકે. એમાં કોઈ શંકા નથી કે એ કામ કોંગ્રેસ માટે ખુદ શિકાગોમાં બિરાજમાન પૂર્વ આરબીઆઈ ગવર્નર રઘુરામ રાજન જ કરી શકે છે. રઘુરામ રાજનને ૨૦૧૩માં જ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર પદે ખુદ તત્કાલીન પીએમ મનમોહન સિંહ જ લાવ્યા હતા. ત્યારે દેશનું અર્થતંત્ર સંકટનો સામનો કરી રહ્યું હતું. તેને પોલિસી પેરાલિસીસ જેવું નામ અપાયું હતું. રાજન મનમોહન સિંહ જેવા અર્થશાસ્ત્રી જ નથી. પરંતુ તેઓ એક પસંદગીના લોકપ્રિય ચહેરા તરીકે પણ ઉભરી આવ્યા છે. તમે જ કહો કે એવા કેટલાક આરબીઆઈ ગવર્નર છે જેમના નામ આજે મોટાભાગના લોકોને મોઢે હશે ?