(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૩
સરકારે મંગળવારે એવો સ્વીકાર કર્યો છે કે કાળા નાણા પગલાં વિરોધી પગલાના ભાગરૂપે રજિસ્ટ્રેશન ગુમાવનાર ૨.૨૬ લાખ કંપનીઓની યાદીમાં નીરવ મોદીની એક પણ કંપની સામેલ નથી. ૨૦૧૭ ના અંત સુધીમાં સત્તાવાર રેકોર્ડમાંથી આ તમામ કંપનીઓના નામ રદ કરી દેવામાં આવ્યાં હતા. કાળા નાણાના દૂષણને ડામવા માટેના એક મોટા પ્રયાસના ભાગરૂપે કોર્પોરેટ મંત્રાલયે ઘણા લાંબા સમયથી કારોબાર ન કરનાર ૨.૨૬ લાખ કંપનીઓનું રજિસ્ટ્રેશન રદ કર્યું છે. રાજ્યસભામાં એક લેખિત સવાલના જવાબમાં કોર્પોરેટ બાબતોના મંત્રી પીપી ચોધરીએ કહ્યું કે નીરવ મોદી જૂથની એક પણ કંપની આ યાદીમાં સામેલ નથી. ૩૧ માર્ચ, ૨૦૧૭ સુધીમાં યોગ્ય કાર્યવાહીને અનુસરીને આ કેટેગરી હેઠળ ૨.૯૭ લાખ કંપનીઓની ઓળખ કરવામાં આવી. અને આ તારીખ સુધીમાં કંપનીના રજિસ્ટરમાંથી ૨,૨૬,૧૬૬ કંપનીઓના નામો કાઢી નાખવામાં આવ્યાં છે તેવું મંત્રીએ કહ્યું.
રજિસ્ટ્રેશન ગુમાવનાર ૨.૨૬ લાખ કંપનીઓની યાદીમાં નીરવ મોદીની એક પણ કંપની સામેલ નથી : સરકાર

Recent Comments