નવી દિલ્હી, તા.૩૦
બોલ ટેમ્પરીંગ વિવાદમાં દોષિત ઠરેલા ઓસી.નો પૂર્વ કપ્તાન સ્ટીવ સ્મિથ ગુરૂવારે પત્રકાર પરિષદમાં ભાવુક થઈને રડી પડ્યો હતો. ત્યારબાદ તેના પ્રત્યે સહાનુભૂતિ જોવા મળી. અનેક દિગ્ગજો તેના સમર્થનમાં આવ્યા પણ બ્રિટિશ અખબારોએ ઓસ્ટ્રેલિયન ટીમ અને સ્મિથની મઝાક ઉડાવી છે. ડેઈલી મેલના સ્પોર્ટસ પેજ ઉપર સ્મિથની રડતી તસવીર પ્રકાશિત કરવામાં આવી છે અને આર્ટિકલનું હેડીંગ ‘કેપ્ટન ક્રાઈ બેબી’ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ડેઈલી સ્ટાર પણ તસવીર ક્રાઈંગ શેમ હેડીંગ સાથે લીધી છે. ‘ડેઈલી એક્સપ્રેસ’માં મોટા મોટા અક્ષરોથી બ્રોકન લખ્યું છે. ધ ઈન્ડિપેંડેંટે લખ્યું છે કે આંસુ, જુઠાણુ અને વિદાય આ બોલ ટેમ્પરીંગ વિવાદ ઓસ્ટ્રેલિયા અને દ.આફ્રિકા વચ્ચેની કેપટાઉન ટેસ્ટમાં થયો. ત્યારબાદ સ્મિથ અને વોર્નર ઉપર ૧ર-૧ર મહિનાનો પ્રતિબંધ લગાવાયો જ્યારે બેનક્રફ્ટ પર નવ મહિનાનો પ્રતિબંધ લાગ્યો છે.

બ્રિટિશ અખબારોના હેડીંગ
– ‘કેપ્ટન ક્રાઈ બેબી’ : ડેલી મેલ
– ક્રાઈંગ શેમ : ડેલી સ્ટાર
– ‘આંસુ, જૂઠાણુ અને વિદાય’ : ધ ઈન્ડિપેંડેંટ