(સંવાદદાતા દ્વારા) માળિયામિંયાણા, તા.૬
માળીયામિંયાણાના જુના હંજીયાસર નજીક રણ વિસ્તારમાં ત્રણ નાના ભુલકાઓની દફનવિધિ કરી હોય તેવી રહસ્યમય કબરોથી લોકોમાં ચકચાર મચી જવા પામી છે
અવાવારૂ જગ્યાએ ત્રણ કબર પર સફેદ કાપડ અને અગરબત્તીનુ પેકેટ શું દર્શાવે છે ? આ રહસ્ય તંત્ર તપાસ કરી પર્દાફાશ કરશે ?
માળીયામિંયાણાના જુના હંજીયાસર નજીક કચ્છના નાનારણમાં રહસ્યમય રીતે રાતોરાત એકીસાથે ત્રણ નાના ભુલકાઓની કબરો બનાવી તેના પર સફેદ કપડુ ઢાંકી દીધેલ છે તેમજ સ્થળ પર અગરબત્તીનુ પેકેટ પણ પડ્યુ હોવાથી કોઈ વિધિ થયાની લોક ચર્ચા જાગી છે રાતોરાત સુમસામ સ્થળે કબ્રસ્તાનના બદલે કચ્છના નાનારણમાં એકીસાથે ત્રણ ભુલકાઓની કબરો બની જતા લોકોમાં અનેક તર્કવિતર્ક સાથે ચર્ચા જાગી છે ત્યારે આ રણમાં દરરોજ બ્લેક કલરની નંબર પ્લેટ વગરની કારના આંટાફેરા થાય છે તેમ સ્થાનિકો કહે છે. તો આ કબરોમાં શું છે ? તે તપાસનો વિષય છે રણમાં આ અવાવારૂ જગ્યાએ બનાવેલ સમાધિમાં ખરેખર શું છે ? તે પોલીસ તપાસ બાદ જ ખુલાસો થશે ત્યારબાદ આ કબરોના રહસ્યનો પર્દાફાશ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આ ત્રણેય રહસ્યમય કબરોમાં ખરેખર શું છે તેની તાત્કાલીક તપાસ કરવામાં આવે તો દુધનું દુધ અને પાણીનુ પાણી થઈ જાય જેથી હાલ આ વિસ્તારમાં ગાડીઓની હિલચાલ અને રહસ્યમય સમાધિથી અહીના લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે હાલ તો સ્થાનીક લોકોમાં આ રહસ્યમય કબરો કે સમાધિનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.