(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
અમારા પ્રથમ ખુલાસામાં અમે, રફાલ સોદામાં સંભવિત ગેરરીતિઓના અભિગમની તપાસ કરી જે વડાપ્રધાન મોદીએ કોઈની પણ સલાહ લીધા વગર અંગત રીતે આ સોદો પાર પાડ્યો હતો. પરંતુ અમારા બીજા ખુલાસામાં અમે બીજા વધારે પુરાવાઓ એકત્ર કર્યાં છે જે ભારતમાં ગમે ત્યારે રાજકીય ભૂકંપ સર્જી શકે છે. આ સોદામાં એવી વાત એવી બહાર આવી કે મોદી સરકારે સૌની ઉપેક્ષા કરીને તથા ભારતીયની રાષ્ટ્રીય સુરક્ષા તથા હિતોને દરકાર લીધા વગર જ બારોબાર સોદો કરી નાખ્યો.
આ અઠવાડિયે જનતા કા રિપોર્ટરે દ્વારા રફાલ સોદામાં ખુલાસો થયાં બાદ ભારતની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર અનેક પ્રકારના આક્ષેપો કર્યાં. જે પછી તરત સરકાર સાથે સહાનુભૂતિ ધરાવતા મીડિયાએ રાતોરાત મોદી સરકારની તરફેણમાં અભિયાન આદરીને અવનવા ખુલાસા કરવા લાગ્યું. લગભગ દરેક ચેનલ અને વેબસાઈટના રિપોર્ટમાં આવનાર ફ્રાન્સના એક રહસ્યમયી વ્યક્તિએ એવું કહ્યું કે ઉત્કૃષ્ટ કામગીરીને કારણે રફાલની પસંદગી કરવામાં આવી. પરંતુ કોઈકે પણ રફાલની ટેકનિકલ ઉત્કૃષ્ટતા કે ક્ષમતા પર આંગળી ઉઠાવી નહોતી. ફક્ત તેની કાર્યપદ્ધતિ અને ભાવમાં વધારા-ઘટાડા વિશે સવાલો ઊભા કરવામાં આવ્યાં. આ દરમ્યાન કેન્દ્રની સત્તાધારી પાર્ટી દ્વારા સંતોષજનક ખુલાસાઓના અભાવે સાબિત કરી દેખાડ્યું છે કે વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવેલા રફાલ સોદામાં ગેરરીતિઓના આક્ષેપો સાચા છે. આ રહસ્યી સોદા પર પેદા થયેલા સંદેહને દૂર કરવાને બદલે ભાજપના એક પ્રવક્તાએ તો એવું કહીને વિષયાંતર કરવાનો ઝનૂની પ્રયાસ કર્યો કે ઓગસ્ટ વેેસ્ટલેન્ડ કૌભાંડમાં ચાલતી તપાસમાંથી ધ્યાન વિચલિત કરવા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.
મીડિયાની વિચિત્ર દલીલો નકામી સાબિત થઈ
હાલના સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમને પણ વડાપ્રધાન મોદી સામેના આક્ષેપોને શરમજનક કહેવા સિવાય બીજો કોઈપણ ખુલાસો આપ્યો નથી. પરંતુ સરકારની ગોદમાં બેઠેલા મીડિયાએ આ સોદાને વ્યાજબી ઠેરવવા માટે વિચિત્ર કારણો રજૂ કર્યાં. વડાપ્રધાન મોદીએ પેરિસમાંથી ૧૨૬ રફાલ વિમાનોને બદલે ફક્ત ૩૬ વિમાનો ખરીદવાની જાહેરાત કરી કે તરત જ ભારતમાં બુમરાણ મચી. મોટાભાગની વિપક્ષી પાર્ટીઓએ સવાલો ઊભા કર્યાં. સરકારે એવું કહીને હાથ અધ્ધર કરવાનો પ્રયાસ કર્યો કે સોદો થયો નથી પરંતુ ભાવમાં વાટાઘાટા ચાલી રહી છે. બે સેવાનિવૃત વડાઓએ મોદી બચાવવાનો પ્રયાસ કરી રહેલા મનોહર પારીકરની ઝાટકણી કાઢી. તેમણે કહ્યું કે ૧૨૬ ને બદલે ફક્ત ૩૬ રફાલની ખરીદી અસ્વીકૃત છે. પત્રકારો સાથેના આદાનપ્રદાન દરમિયાન પારિકરે કહ્યું હતું કે ભારતને ૧૨૬ રફાલની જરૂર નથી. તેનાથી ૧.૩ લાખ કરોડનો ખર્ચ થયો હોત. અહીં પણ તેઓ ખુલાસો ન કરી શક્યાં કે અગાઉ તેમણે રકમ દર્શાવી હતી તેમાંથી ૪૦,૦૦૦ કરોડના ફર્ક પર અચાનક કેવી રીતે આવી શક્યાં. આ પહેલા ઘણા પ્રસંગોએ તેમણે કહ્યું હતું કે રફાલ વિમાનો બીજા વિમાનો કરતાં ઘણા ઉત્કૃષ્ટ કક્ષાના છે. પારીકરે પૂર્વ સંરક્ષણ મંત્રી એકે એન્ટની પર ૧૨૬ વિમાનોની ખરીદીનો નિર્ણય કરવાનો આક્ષેપ કર્યો. જેની તપાસ કરવાનું તેમણે જણાવેલું પરંતુ આજ દિન સુધીમાં સરકારે આવી કોઈ તપાસ કરાવી નથી.
મોદીએ એકલે હાથ રફાલ સોદો કર્યો
જાણીતા સંરક્ષણ નિષ્ણાંત અજય શુક્લાએ તમના બ્લોગમાં લખ્યું કે ૩૬ રફાલની ખરીદી અંગેના નિર્ણયની પારીકરને જાણ નહોતી. વડાપ્રધાન મોદીએ તેમને ફક્ત આ નિર્ણયનો બચાવ કરવાનું જણાવ્યું હતું. એવા પણ મીડિયા રિપોર્ટ હતા કે આ સર્વસંમતિથી લેવામાં આવેલો નિર્ણય નહોતો વડાપ્રધાન મોદીએ સંરક્ષણ મંત્રી કે નાણા મંત્રીની સલાહ લીધી નહોતી.
મોદીને બચાવવાના પારિકરના પ્રયાસો બે સેવાનિવૃત વડાઓએ નિષ્ફળ બનાવ્યા
મોદીને બચાવવાના પારિકરના પ્રયાસો બે સેવા નિવૃત્ત વડાઓએ નિષ્ફળ બનાવ્યા. શું ભારતને ૧૨૬ રફાલની જરૂર છે કે નહીં તે અંગે બે સેવાનિવૃત્ત વડાઓએ જાહેરમાં પારિકરના વડાપ્રધાન મોદીને બચાવવાના પ્રયાસો નિષ્ફળ બનાવ્યાં હતા. જૂન-૨૦૧૫માં ઈન્ડિયા ટુડે સાથેની વાતચિતમાં પૂર્વ એર ચીફે કહ્યું હતું કે ૧૨૬ રફાલ વિમાનોને બદલ ફક્ત ૩૬ની ખરીદી કરવી કોઈ પણ રીતે સ્વીકૃત નથી.