(એજન્સી) ગોરખપુર, તા.ર૦
ગોરખપુરમાં કેન્ટોનમેન્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકતની જમીનની આસપાસ બાંધવામાં આવેલ કથિત સરહદ દીવાલનો નાશ કરવાના આરોપમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ધારાસભ્ય સહિત ર૦ અજાણ્યા લોકો સામે રવિવારે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. કેન્ટોન્મેન્ટની સરહદ દીવાલમાં ગેરકાયદે ઘૂસણખોરી કરવા, રમખાણો અને ષડયંત્ર બદલ ગોરખપુરના બાંસગાંવ મતવિસ્તારના ધારાસભ્ય કમલેશ પાસવાન સહિત ૧પથી ર૦ અજાણ્યા અને ૧ર જાણીતા શખ્સો વિરૂદ્ધ આઈપીસી વિવિધ કલમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. એમ પાઠકે જણાવ્યું હતું. ભાજપના ધારાસભ્ય પાસવાને આ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે જણાવ્યું કે તેમની સામે ફરિયાદ દાખલ કરતા પહેલા પોલીસે યોગ્ય તપાસ કરવી જોઈતી હતી. પાસવાને તે સમયે ઘટનાસ્થળ પર હાજર ન હોવાનો દાવો કર્યો છે.