(એજન્સી) લખનઉ, તા.૧ર
ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન કેટલાક સુખદ પરિણામો પણ આવ્યા છે. ૨૦૧૩ના રમખાણોએ રાજકારણના ગણિતમાં ખળભળાટ મચાવી છે. ૨૦૧૩માં રમખાણગ્રસ્ત મુઝફ્ફરનગર અને શામલીની ૯ વિધાનસભા બેઠકોમાંથી ભાજપે ૭ બેઠકો ગુમાવી હતી. ૨૦૧૭માં ભાજપે આ તમામ ૯ બેઠકો જીતી હતી. આ વખતે તેઓ માત્ર મુઝફ્ફરનગર અને ખતૌલીમાં જીત્યા છે. અહીં જીતનું માર્જિન વધારે નથી. સપા ગઠબંધન શામલી જિલ્લાની તમામ ત્રણ બેઠકો જીત્યું છે, જ્યારે તેણે મુઝફ્ફરનગરમાં ચાર વિધાનસભા બેઠકો જીતી છે.ગઠબંધનને શામલી જિલ્લાની થાણા ભવન સીટ પર સૌથી વધુ જોરદાર જીત મળી છે જ્યાં યોગી આદિત્યનાથ સરકારમાં શેરડી મંત્રી સુરેશ રાણા ચૂંટણી હારી ગયા છે. સુરેશ સુરેશ રાણાની આ હારને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. શેરડી મંત્રી બન્યા બાદ પણ નાણાં ન મળવાના કારણે ખેડૂતો તેમનાથી ભારે નારાજ હતા આરએલડીના ઉમેદવાર અશરફ અલીખાને એક લાખ ૩ હજાર મતથી હરાવ્યા છે. તે જ જિલ્લાની કૈરાના સીટ જ્યાં,આ વિધાનસભામાં ગૃહમંત્રી અમિત શાહ ઘરે-ઘરે પ્રચાર કરી રહ્યા હતા અને સ્થળાંતરનો મુદ્દો ચગાવ્યો હતો એ બેઠક પર સપા ઉમેદવાર નાહિદ હસને સ્વર્ગસ્થ હુકુમ સિંહની પુત્રી મૃગંકા સિંહને ૨૦ હજારથી વધુ મતોથી હરાવ્યા છે. નાહિદ હસનની મોટી જીત આ ક્ષેત્રમાં એક મોટી વાત છે. નાહિદ હસન સમાજવાદી પાર્ટીના ઉમેદવાર હતા. રેકોર્ડ ૧ લાખ ૩૦ હજાર વોટ મળ્યા છે. શામલી શહેરની બેઠક પણ મહાગઠબંધનના ખાતામાં ગઈ છે. આ સીટ પર આરએલડીના પ્રસન્ના ચૌધરીએ જીત મેળવી છે. રમખાણોમાં આ જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો હતો. પ્રસન્ના ચૌધરીએ ભાજપના તેજેન્દ્ર નિરવાલને ૭ હજારના માર્જિનથી હરાવ્યા હતા. તેજેન્દ્ર નિરવાલ ૨૦૧૭માં અહીંથી ચૂંટણી જીત્યા હતા. શામલી શહેરમાં મુસ્લિમ મતોની સંખ્યા ઓછી છે તેથી આ જીત નોંધપાત્ર છે. મુઝફ્ફરનગરની બુધાના સીટ પર મહાગઠબંધનની જીત એક મોટો સંદેશ લઈને આવી છે. આ જ વિધાનસભા સીટ ભાજપના કેન્દ્રીય મંત્રી સંજીવ બાલિયાન અને ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું ઘર પણ છે. આરએલડીના રાજપાલ બાલ્યાન અહીંથી ચૂંટણી જીત્યા છે.૨૦૧૩ના રમખાણોમાં બુધાના વિધાનસભા સૌથી વધુ હિંસાથી પ્રભાવિત વિધાનસભા હતી. આ બેઠક પર સૌથી વધુ મુસ્લિમ અને જાટ મતો છે. આ વિધાનસભામાં પણ સૌથી વધુ નુકસાન થયું હતું. જાટ અને મુસ્લિમો માટે અહીં એક મંચ પર આવવું એ મોટી વાત હતી. રાજપાલ બાલિયાનને એક લાખ ૨૩ હજાર વોટ મળ્યા છે. તેઓ ૨૮ હજાર મતોથી જીત્યા જે આ જિલ્લામાં સૌથી વધુ છે.
રમખાણોની ભૂમિ પર પ્રેમનો પાક : જાટ-મુસ્લિમો એકજૂટ થતાં મુઝફ્ફરનગરના આંકડા બદલાયા

Recent Comments