લોકહિત પ્રકાશન સાર્વજનિક ટ્રસ્ટ

‘લોકહિત પ્રકાશન સાર્વજનિક ટ્રસ્ટ’ છેલ્લા ૩૧ વર્ષથી શૈક્ષણિક, સામાજિક, મેડિકલ સહાય માટે રાજ્યભરના જરૂરતમંદ વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપે છે. ટ્રસ્ટ દ્વારા અપાતી આ સહાય સમાજને શૈક્ષણિક રીતે સંપન્ન કરી ગૌરવ સાથે જીવવા તૈયાર કરે છે; હજારો વિદ્યાર્થીઓ તેનો લાભ લેશે. અને હજારો લાભ લઈ રહ્યા છે. આ બધું આપ જેવા હમદર્દોના સહયોગથી જ શકય બને. છેલ્લા કેટલાક વર્ષોથી વિદ્યાર્થીઓમાં ઉચ્ચ અભ્યાસ દ્વારા સમાજમાં પોતાનો મોભો બનાવવાની તાલાવેલી જાગી છે. ઘણી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગુજરાત અને ગુજરાત બહાર એડમિશન મેળવે છે. માટે ટ્રસ્ટ પાસે અરજીઓ વધુ પ્રમાણમાં આવેલ છે. આવી પરિસ્થિતિને પહોંચી વળવા અને ચાલુ શૈક્ષણિક સત્રમાં વધુ વિદ્યાર્થીઓ માટે ઘણું મોટું ભંડોળ એકઠું કરવુંં જરૂરી બન્યું છે. ઉચ્ચ અભ્યાસમાં વિદ્યાર્થીઓની સતત વધી રહેલી સંખ્યા ખૂબ સારી નિશાની છે પણ સાથોસાથ આવા સંજોગોમાં જરૂરતમંદ વિદ્યાર્થીઓને મદદરૂપ થવા ટ્રસ્ટ પાસે મોટું ભંડોળ હોવું જરૂરી છે કે જેથી વધુને વધુ તેજસ્વી વિદ્યાર્થીઓને લાભ આપી શકાય. જે ભંડોળ આપણા સમાજના આર્થિક રીતે સમૃદ્ધ વ્યક્તિઓ તેમજ સંસ્થાઓ વધુમાં વધુ લિલ્લાહ અને ઝકાતની રકમ ‘લોકહિત પ્રકાશન સાર્વજનિક ટ્રસ્ટ’ને આપે અને મોટું ભંડોળ એકત્રિત કરવાના ટ્રસ્ટના પ્રયત્નોમાં હૃદયપૂર્વક સાથ-સહકાર આપે એવી અમારી અપેક્ષા છે.

 
 ખાસ નોંધ : અમદાવાદ શહેર માટે રૂા. ૫ હજાર

 કે તેનાથી વધુ રકમની ઝકાત લેવા માટે અમારા પ્રતિનિધિને ફોન કરશો તો તે રૂબરૂ આવી જશે આ અંગે વધુ માહિતી મેળવવા અથવા કોઈ મુશ્કેલી હોય તો ટ્રસ્ટના મુખ્ય કાર્યાલય ખાતે ફોન દ્વારા ખબર આપશો

 

ચેક/ડ્રાફટ ‘લોકહિ

ત પ્રકાશન સાર્વજનિક ટ્રસ્ટ

’ના નામનો મોકલાવવો

નોંધ : અત્યાર સુધી આપેલી શૈક્ષણિક સહાયની વિગત ટ્રસ્ટની

 વેબસાઈટ ઉપર જોઈ શકો છો