રમઝાન ર૦૧૯

રમઝાન ર૦૨૦

કોરોનાના કહેર અને લોકડાઉનની કેદ વચ્ચે શનિવારથી મુસ્લિમોના પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થઈ ચૂકયો છે. પરંતુ અફસોસની વાત એ છે કે, કોરોનાની મહામારીને કારણે લોકડાઉનની સ્થિતિમાં મસ્જિદો અને ઈબાદતગાહોમાં ભેગા થવું ગુનો બનતો હોવાથી લોકોને નાછૂટકે ઘરમાં રહી રોઝા ઈફ્તાર સહિતની ઈબાદતો કરવાની ફરજ પડી છે. દરવર્ષે રમઝાન માસમાં અહમદાબાદના માણેકચોક સ્થિત શાહી જામા મસ્જિદમાં સમૂહ રોઝા ઈફ્તારીના પ્રોગ્રામ થતાં હતા. તેની ગતવર્ષ ર૦૧૯માં લેવાયેલી તસવીર અહીં પ્રસ્તુત કરી છે, જે એક રૂહાની નજારો ખડો કરે છે, પરંતુ બીજી તસવીર ર૦ર૦ની છે, જ્યાં આ જ મસ્જિદ રોઝદારો વિના સૂમસામ ભાસી રહી છે. માત્ર ત્રણ રોઝદારો ઈફ્તારની તૈયારી કરતા જોઈ શકાય છે.