(એજન્સી) તા.ર૯
તાજેતરમાં જાણીતા ન્યુઝ એન્કર રવિશકુમારે મુસ્લિમોને એક કાર્યક્રમ દરમ્યાન લાગણીસભર અપીલ કરી હતી. તેમની અપીલના સોનેરી શબ્દો આ પ્રમાણે હતા.
(૧) ભાજપ અને આર.એસ.એસ.ની નિંદા કરવાનું બંધ કરો.
(ર) તમારો વિરોધ તેઓની તાકાત છે. જમ્મુ-કાશ્મીર સિવાય તમે ક્યાંય પણ મુખ્યમંત્રી બની શકતા નથી કે વડાપ્રધાન બની શકતા નથી.
(૩) જેમણે સત્તા હાંંસલ કરવી છે તેઓ પોતે ભાજપ અને આર.એસ.એસ. જોડે હરિફાઈ કરશે. ફક્ત તમારા વિરોધને કારણે ભાજપ હિન્દુઓમાં ૧૮ ટકા મુસ્લિમોનો ભય ઉત્પન્ન કરે છે અને ૮૦ ટકા હિન્દુઓના મત મેળવવામાં સફળ થાય છે. હકીકતમાં આ સમગ્ર નાટકના નિર્દેશકો ફક્ત ૩ ટકા લોકો છે.
(૪) તમને જે પક્ષ ગમે તેની તરફેણમાં મત આપો પરંતુ ભાજપ, આર.એસ.એસ. અને મોદીનો વિરોધ ન કરો.
(પ) આર.એસ.એસ. નામનું કોઈ સંગઠન છે એ વાત ભૂલી જાવ.
(૬) ભાજપ નામનો કોઈ પક્ષ છે તે પણ ભૂલી જાવ.
(૭) મોદી નામનો કોઈ નેતા છે એ પણ ભૂલી જાવ.
(૮) તમે જે કરો છો તેને તમે ચાલુ રાખશો તો થોડા વર્ષોમાં તમે રાજકીય રીતે અછૂત થઈ જશો. ત્યારબાદ કોંગ્રેસ પણ તમારી દરકાર નહીં કરે અને જેથી, એસપી અને વીએચપી પણ તમારી ચિંતા નહીં કરે.
(૯) એમ.આઈ.એમ. કે ઓવૈસી જેની તમે આંધળી તરફેણ કરો છો તેને ત્યાં સુધી જ ચૂંટણી લડવા દેવામાં આવશે જ્યાં સુધી ભાજપને તેમનાથી ફાયદો થાય છે. જ્યારે ભાજપને લાગશે કે એમ.આઈ.એમ.ના ચૂંટણી લડવાથી તેને નુકસાન થાય છે તે દિવસથી તેના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે જેવી રીતે તેની શરૂઆતના ૩૦થી ૪૦ વર્ષ માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. તમે ફક્ત આધુનિક ટેકનોલોજી અને શિક્ષણ તરફ ધ્યાન આપો, એવા માર્કસ મેળવો કે અનામત વગર પણ તમે સરકારી નોકરી મેળવી શકો.
(૧૦) આઝાદી પહેલા દેશમાં મુસ્લિમોની સંખ્યા ૩પ ટકા હતી અને તેમની પાસે ૩પ ટકા સરકારી નોકરીઓ હતી. તે સમયે અનામત પ્રથા ન હતી. જેઓએ સરકારી નોકરીઓ મેળવી હતી તે તેમની કાબેલિયતના આધારે મેળવી હતી. જે લોકો ધાર્મિક સંસ્થાઓને ઝકાત અને સદકા આપે છે તેમણે મુસ્લિમોના શિક્ષણ અને રોજગાર માટે કામ કરતી સંસ્થાઓને પણ દાન આપવું જોઈએ અને જો આવી સંસ્થાઓ ન હોય તો તે સ્થાપવી જોઈએ.
(૧૧) યાદ રાખો આ સ્પર્ધાત્મક યુગ છે અને તમે દરેક ક્ષેત્રમાં પાછળ છો. સરકારની મદદ પર આધાર ન રાખો, તમારે જે કરવાનું છે તે તમારી જાતે કરો. બાકી બધુ ઈશ્વર કરશે.