(એજન્સી) મોસ્કો, તા.૨
રશિયાના રાષ્ટ્રપતિ લ્વાદિમીર પુતિને દાવો કર્યો છે કે, રશિયાએ એક એવી પરમાણુ મિસાઇલ તૈયાર કરી લીધી છે જેને દુનિયાની કોઇ તાકાત રોકી શકશે નહીં અને તેને દુનિયામાં કોઇપણ સ્થળે છોડી શકાય છે. આ નવા પરમાણુ હથિયારથી દુશ્મનને નેસ્તનાબૂદ કરવાથી કોઇ રોકી શકશે નહીં. પુતિને આ માટે વૈજ્ઞાનિકોની પ્રશંસા કરી હતી. મોસ્કોમાં પોતાના વાર્ષિત રાષ્ટ્રીય ભાષણમાં પુતિને કહ્યું કે, હથિયારોમાં પરમાણુ ઉર્જા આધારિત ક્રૂઝ મિસાઇલ, એક પરમાણુ શક્તિવાળું સબમરીન ડ્રોન અને નવી હાઇપર સોનિક મિસાઇલ સામેલ છે. તેમણે કહ્યું કે, નવા હથિયારોના નિર્માણે અમેરિકાના નાટોના નેતૃત્વવાળી મિસાઇલ સુરક્ષાને બેકાર બનાવી દીધી છે અને તેનો અર્થ એ થયો કે, રશિયાના વિકાસને રોકવા માટેના પશ્ચિમી દેશોના પ્રયાસ બેકાર સાબિચ થઇ રહ્યા છે. પુતિને કહ્યું કે, હું એ તમામ લોકોને કહેવા માગું છું જેમણે પાછલા ૧૫ વર્ષોમાં હથિયારોની રેસમાં વધારો કર્યો છે, રશિયા પર એકતરફી ફાયદો મેળળવા માટેની માગ કરી છે, જે અમારા દેશનો વિકાસ રોકવા માટે ગેરકાયદે પ્રતિબંધો રજૂ કરતા રહે છે, જે તમે પોતાની નીતિઓમાં બાધા નાખવા માગો છો તે પહેલા થઇ ગયું પણ હવે નહીં થાય. નવા શસ્ત્રાગારની વાત કરતા પુતિને કહ્યું કે, અંતિમ છેલ્લું પરિક્ષણ કરનારા પરમાણુ શક્તિવાળી ક્રૂઝ મિસાઇલમાં અસીમિત રેન્જ અને ઉચ્ચ ગતિ તથા ગતિશીલતા છે જેનાથી તે કોઇપણ મિસાઇલ ડિફેન્સને છેદી નાખવા સક્ષમ છે. રશિયાના પ્રમુખે જણાવ્યું કે, હાઇસ્પીડ પાણીની નીચેવાળા ડ્રોનમાં ઇન્ટરકોન્ટિનેન્ટલ શ્રેણી પણ છે અને તે એક પરમાણુ હથિયાર લઇ જવામાં સક્ષમ છે અને વિમાનવાહક તથા તટવર્તીય સુવિધાઓ બંનેને ભેદી શકે છે. પુતિને પ્રશંસામાં કહ્યું કે, પરમાણુ સંચાલિત ક્રૂઝ મિસાઇલ અને ડ્રોનના નામોને અત્યારસુધી પસંદ કરાયા નથી અને સલાહકારી આપવામાં આવી છે કે, સુરક્ષા મંત્રાલય સર્વશ્રેષ્ઠ નામો માટે રાષ્ટ્રવ્યાપી સ્પર્ધા શરૂ કરે. પુતિને દાવો કર્યો છે કે, ન્યૂક્લિયર ક્ષમતાવાળી આ મિસાઇલને યુરોપ અને એશિયામાં હાલના અમેરિકી માળખા પણ રોકી શકતા નથી. રશિયાના સરકારી ટીવી પર પુતિને લોકોને એક પ્રેઝન્ટેશન પણ દેખાડ્યું હતું. જેમાં પુતિને એવું પણ કહ્યું છે કે, રશિયા એવા ડ્રોન પણ તૈયાર કરી રહ્યું છે જેને સબમરીનથી છોડી શકાય છે અનએ તે પરમાણુ હુમલા કરવામાં સક્ષમ છે. એક એનિમેશનમાં રશિયાની આ મિસાઇલનું લોન્ચ દેખાડ્યું હતું અને તેને એટલાન્ટિક મહાસાગર પર દેખાડી હતી. પુતિને કહ્યું કે, વોશિંગ્ટન મોસ્કોની પરમાણુ શક્તિને સમજવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું છે. વાર્ષિક સંબોધનમાં પુતિને ચેતવણી પણ આપી છે કે, મોસ્કોના કદ પર ધ્યાન આપ્યા વિના પોતાના પર અથવા પોતાના સહયોગીઓ પર કોઇ પણ પ્રકારના પરમાણું હુમલાને રશિયા પોતાના પરનો હુમલો માનશે. પુતિને સ્પષ્ટતા કરી હતી કે તરત જ કોલ્ડવોર સ્ટાઇલમાં તેનો જવાબ આપવામાં આવશે. જોકે, તેમણે પોતાના સહયોગી દેશો અંગે સ્પષ્ટતા કરી નહોતી.
અમેરિકાએ પુતિન પર શીતયુદ્ધના સમયની
સંધિઓના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો
અમેરિકાએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર અતિઆધુનિક હથિયાર વિકસિત કરીને શીતયુદ્ધ સમયની સંધિઓના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા સારા સેન્ડર્સે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ પુતિને એ વાતની પુષ્ટી કરી દીધી છે જેના પર અમેરિકાને ઘણા લાંબા સમયથી જાણકારી હતી પરંતુ રશિયા અત્યારસુધી આ બાબતથી ઇન્કાર કરતું હતું. સેન્ડર્સે કહ્યું કે, રશિયા એક દશકથી અતિઆધુનિક શસ્ત્ર પ્રણાલી વિકસિત કરી રહ્યું છે જે આંતરરાષ્ટ્રીય સંધિઓનું ઉલ્લંઘન છે. પુતિને એક દિવસ પહેલા જ જાહેરાત કરી છે કે, રશિઆએ ઘણી અતિઆઘુનિક શસ્ત્ર પ્રણાલી વિકસિત કરી છે જેમાં પરમાણુ શક્તિ સંપન્ન શસ્ત્ર પ્રણાલી પણ સામેલ છે. સેન્ડર્સે કહ્યું કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ સદીમાં અમેરિકા અને તેના સાથીઓ પરના ખતરાને સમજે છે અને પોતાની શક્તિથી શાંતિ સ્થાપવા માટે સક્ષમ છે. અમેરિકાનું ૭૦૦ બિલિયનનું સંરક્ષણ બજેટ તેને દુનિયામાં સૌથી મજબૂત બનાવશે. અમેરિકાએ રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિન દ્વારા તેને નિશાન બનાવી કરાયેલા નિવેદનની પણ ગંભીરતાથી નોંધ લઇ રહ્યું છે.