(એજન્સી) તા.ર૮
રશિયા, તુર્કી અને ઈરાન-જેઓ અસ્તાના ત્રિપુટી બનાવી છે. તેમણે સીરિયા પર શાંતિ વાટાઘાટોનો બીજો રાઉન્ડ યોજવાના તેમના ઈરાદાની જાહેરાત કરી છે. ગઈકાલે જિનીવામાં સીરિયાની બંધારણીય સમિતિની ત્રીજી બેઠક પછી સંયુકત નિવેદન મુજબ આ જાહેરાત કરાઈ હતી. આ ત્રણેય બાંયધરી આપનાર દેશોએ સીરિયાના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા પ્રત્યે તેમની પ્રતિબધ્ધતાને વ્યકત કરી હતી. અને તેઓ દઈશ/આઈએસઆઈ એલ, અલ-નુસરા ફ્રન્ટ અને બીજા અન્ય જૂથો, વ્યકિતઓ અને અલ-કાયદા સાથે સંકળાયેલી સંસ્થાઓ અથવા આતંકવાદી સમૂહોને દૂર કરવા સહકાર ચાલુ રાખવા સંમત થયા છે. સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી) દ્વારા નિમણૂક કરાયેલા આ જૂથોને આખરે ખતમ કરી, આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદા અનુસાર નાગરિકો અને નાગરિક માળખાગત સંરક્ષણની ખાતરી કરવા ત્રિપુટી સંમત થઈ હતી. મોસ્કો, અંકારા અને તેહરાને પણ સીરિયન તેલ આવકના જપ્તી અને સ્થાનાંતરણની નિંદા કરી હતી, જે યુ.એસ.ની લાઈસન્સવાળી કંપની અને ગેરકાયદેસર એન્ટીટી વચ્ચેના અલગતાવાદી કાર્યસૂચિના ભાગરૂપે થઈ હતી. જે વાયપીજીના સંદર્ભમાં હતું, જે પીકેકે આતંકવાદી જૂથની એક સીરિયન કુર્દીશ શાખા છે. તેઓએ સીરિયામાં સતત ચાલી રહેલા ઈઝરાયેલી લશ્કરી હુમલાની નિંદા કરતા આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાના ભંગ અને સીરિયાના સાર્વભૌમત્વની અવગણના અને પાડોશી દેશોના ક્ષેત્રોની સ્થિરતા અને સુરક્ષાને જોખમમાં મૂકવા અને રોગચાળા દરમ્યાન અપનાવાયેલ એકપક્ષીય પ્રતિબંધોને નકારી કાઢતા કહ્યું કે આ આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદા અને યુ.એન. ચાર્ટરનું ઉલ્લંઘન છે. બંધારણીય સમિતિ જેની રચના ગયા વર્ષે વાટાઘાટોના પહેલા રાઉન્ડ સાથે થઈ હતી, તેને સંયુકત રાષ્ટ્ર (યુએન)ના સીરિયા માટેની શાંતિ આયોજનનો કેન્દ્રીય ભાગ મનાય છે, જેની વ્યાખ્યા સુરક્ષા પરિષદ ઠરાવ રરપ૪ દ્વારા અપાઈ હતી, જે ડિસેમ્બર-ર૦૧પમાં અપનાવવામાં આવ્યું હતું. બીજા રાઉન્ડના વાટાઘાટોનું આયોજન નવેમ્બરના અંતમાં થવાનું હતું, જે કયારેય સાકાર થઈ શકયું નહીં જેનું કારણ એજન્ડા પરનો મતભેદ છે અને કોરોના વાયરસ રોગચાળાના લીધે વધારે વિલંબ થયો હતો.