નવી દિલ્હી, તા. ૧૧
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્‌સમેન આકાશ ચોપડાએ હાલમાં જ અજિંક્ય રહાણેને વનડે ટીમમાંથી બહાર કરી દેવા અંગે સવાલ કર્યા હતા. ચોપડાએ કહ્યું હતું કે નંબર ચારની પોઝિશન પર સતત સારું પર્ફોમન્સ આપવા છતાં રહાણેને વનડે ટીમમાં સામેલ કરવામાં ન આવ્યો.
જ્યારે ચોપડાને પૂછવામાં આવ્યું કે ભારતીય વનડે ટીમમાં રહાણે નંબર ચારની પોઝિશન પર પોતાની જગ્યા કેમ બનાવી શક્યો નહીં તો તેણે કહ્યું કે તે પોતે પણ આ વાતને લઈને હેરાન છે કારણે કે તે ચોથા નંબર પર ખૂબ જ સારી બેટિંગ કરી રહ્યો હતો. ચોપડાએ કહ્યું કે રહાણેને વનડે ટીમમાંથી હટાવવો એ યોગ્ય નિર્ણય નહોતો. તેણે કહ્યું, દૂધમાંથી માખી નીકાળે તેમ કાઢી દેવાયો. આવું તેની સાથે કેમ કરવામાં આવ્યું ? મને લાગે છે કે તેની સાથે ખોટું થયું છે.