(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૨
રાંદેર કોઝવે સર્કલ પાસે નાણાની લેતી-દેતી મામલે બે મિત્રોને મારમારી ચપ્પુના ઘા મારવાના કેસમાં ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડી આગળ તપાસ હાથ ધરી છે.
રાંદેર પોલીસના જણાવ્યા મુજબ અમરોલી ગણેશપુરા પોલીસ ચોકી સામે અંબિકાનગરમાં રહેતા જીતેન્દ્ર ઉર્ફે મામા રામલખન સીંગ રિક્ષા ચલાવે છે જીતેન્દ્ર રવિવારે રાત્રે તેના મિત્ર ભરત સાથે રાંદેર કોઝવે સર્કલ પાસે સલીમ બરફવાલા પાસે લેવાના નીકળતા રૂપિયા લેવા માટે ગયા હતા. ત્યારે સલીમે કેમ મારી સામે રિક્ષા ઊભી રાખી છે તેમ કહી ઝઘડો કરી તમાચા મારી દીધા હતા જેથી જીતેન્દ્ર સીંગ વચ્ચે પડતા સલીમ તેના અન્ય ત્રણ સાગરિતોએ ઢીકમુક્કીનો મારમારી પેટ, પડખાના ભાગે ચપ્પુના ઘા મારી નાસી ગયા હતા. બનાવ અંગે પોલીસે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી, તે દરમિયાન ગઈકાલે સર્વેલન્સ સ્ટાફના માણસોએ બાતમીના આધારે હુમલામાં સલીમના સાગરિત આસીફ જુબેર શેખ, ઈરફાન અત્તારખાન અને કામરાન ઇદ્રીશખાનને રાંદેર ઈકબાલનગર ઝૂંપડપટ્ટી તાપી નદીના પાળા પાસેથી ઝડપી પાડ્યા હતા.