(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૬
રાંદેર કોઝવે સુલ્તાનીયા જીમ ખાના નજીક એમડી ડ્રગ્સ વેચાણ સંદર્ભે થયેલી માથાકુટમાં નાના ભાઇએ પોતાના મિત્ર સાથે મળી મોટા ભાઇની કરપીણ હત્યા કરવાના પ્રકરણમાં પોલીસે વધુ ૬ આરોપીઓને ઝડપી પાડી પાંજરે પુર્યા છે. હમણાં સુધી હત્યા પ્રકરણમાં ૧૦ જેટલા આરોપીઓ પકડાઇ ચુકયા છે.
રાંદેરના ઈકબાલ નગરમાં ૩૮ વર્ષીય આરીફ રહેમાન સૈયદ, પત્ની, ત્રણ દીકરી અને એક દીકરા સહિતના પરિવાર સાથે રહેતો હતો અને કેટરર્સના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. એક લગ્ન પ્રસંગમાં હાજરી આપ્યા બાદ બાઈક પર ઘરે પરત ફરી રહ્યો હતો. દરમિયાન કોઝવે નજીક નજીક ભાઈ અલ્તાફ સૈયદે અન્ય સાગરીતો સાથે વોચ ગોઠવી હતી, અને આરીફ આવતાની સાથે બાઈક પરથી નીચે ઉતારી ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. ત્યારબાદ આરીફ મંડળી ભાગી ગઈ હતી. ઘર નજીક જ હુમલો થતા લોકો દોડી આવ્યા હતા અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. પરિવારજનોએ જણાવ્યું હતું કે, ૧૫ દિવસ પહેલા આરીફનો તેના ભાઇ અલ્તાફ વચ્ચે મહોલ્લામાં એમડી ડ્રગ્સ નહીં વેચવાને લઇ મોટો ઝઘડો થયો હતો. ત્યારબાદથી બંને વચ્ચે ઝઘડાઓ થયા કરતા હતા. બનાવ સંદર્ભે રાંદેર પોલીસે મરણ જનાર આરીફના ભાઇની ફરીયાદના આધારે ૯થી વધુ જેટલા ઇસમો સામે હત્યાનો ગુનો નોધી ગણતરીના કલાકોમાં જ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા આરોપીની પુછપરછ કરતાં પોતાના નામ મોહંમદ તુફેલ ઉર્ફે કોયલા શેખ , જહાંગીરખાન ઉર્ફે અપ્પુ બલોચ , સલમાન ઉર્ફે ગાંધી શેખ અને ફરહાદ ગલીયારા હોવાનું જણાવ્યુ હતુ. ત્યારબાદ રાંદેર પોલીસે નાસતા ભાગતા રાંદેર મોરા ભાગળ એસ.એમ.સી.આવાસમાં રહેતો રાસીદ ખાન ઉર્ફે તોડુ મોહંમદખાન પઠાણ,રાંદેરના રાજીવનગરમાં રહેતો અલ્લારખા ઉર્ફે લાલા મોહંમદ સફી બરફવાલા, રાંદેર ગોરાટ એસ.એમ.સી.આવાસમાં રહેતો શમશેર મોહંમદ અલી પઠાણ,રાંદેર આમલીપુરા માલમ એપાર્ટમેન્ટમાં રહેતા સાહિલ અલ્તાફ સૈયદ અને ઇસ્માઇલ મુબારક શેખ ને ઝડપી પાડ્યા હતા. આ હત્યાનો મુખ્ય આરોપી પોલીસ પકડે તે પહેલાં ડિંડોલી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. ડિંડોલી પોલીસે પુછપરછ કરતાં રાંદેર આમલીપુરા માલમિયા એપાર્ટમેન્ટમાં રહેતો અલતાફ ઉર્ફે ગુર્જર અતીકુર રહેમાન સૈયદ હોવાનું જણાવ્યુ હતુ. અલ્તાફનો કબજો રાંદેર પોલીસને સોપી દેવાયો છે.
રાંદેરમાં સગાભાઈને મોતને ઘાટ ઉતારનાર હત્યારો ડિંડોલીમાંથી ઝડપાયો

Recent Comments