(એજન્સી) તા.૨૫
૨૦૧૪માં મોદીના સત્તારોહણની જેમ શું પ્રિયંકા ગાંધીની રાજકારણમાં એન્ટ્રી ભારતીય રાજકીય ઇતિહાસમાં મુખ્ય ટર્નિંગ પોઇન્ટ હશે ? જો કે તેની આગાહી કરવી અઘરી છે, પરંતુ હું એવું માનું છું કે આ વર્ષની સંસદીય ચૂંટણીમાં પ્રિયંકાની એન્ટ્રી એ મોટો ટર્નિંગ પોઇન્ટ હશે. અત્યાર સુધી તેઓ મહેમાનની ભૂમિકામાં હતા પરંતુ હવે કોંગ્રેસ માટે તેઓ અભિનેતા છે. હાલ તેમને પૂર્વ યુપીનો ચાર્જ આપવામાં આવ્યો છે અને તેમને મહામંત્રી પણ બનાવવામાં આવ્યા છે. પ્રિયંકા ગાંધી સામાન્ય રીતે કોંગ્રેસ માટે અને ખાસ કરીને રાહુલ માટે આ ચાર કારણોસર અસ્ક્યામત બની રહેશે.
૧. પ્રિયંકાનો જોરદાર કરિશ્મા અને આભા કોઇ નકારી શકે તેમ નથી. અત્યાર સુધી તેઓ કોંગ્રેસ કાર્યકરો અને લોકોની મેદનીને આકર્ષવામાં સફળ રહ્યા છે. હવે પ્રિયંકા ગાંધીની હાજરી કોંગ્રેસ માટે મતો પણ આકર્ષશે.
૨. પ્રિયંકા આમ પણ રાહુલની ખાસ વિશ્વાસુ સાથી અને તેમના સૌથી મોટા સલાહકાર છે. હવે પ્રિયંકા રાહુલને પ્રામાણિક ફીડબેક આપશે અને જરુરી સલાહો પણ આપશે. સોનિયાની તબિયત બહુ સારી નથી અને તેઓ હવે અગાઉની જેમ બહુ પ્રવાસ કરતા નથી અને આથી રાહુલ અને પ્રિયંકા પ્રચારની જવાબદારી વહેંચી લેશે. યુપીમાં પોસ્ટરો લાગી ગયા છે અને પ્રિયંકાને હવે ઇંદિરા ગાંધી તરીકે પ્રોજેક્ટ કરવા લાગ્યા છે.
૪. પ્રિયંકાને શીફ્તપૂર્વક પૂર્વ યુપીનો કાર્યભાર સોંપાયો છે કે જ્યાં ૨૦૧૪માં ભાજપના ઉદયમાં સવર્ણોએ ભૂમિકા ભજવી હતી. મોટા ભાગના સવર્ણો બસપા અને સપા ગઠબંધનને મત નહીં આપે પરંતુ જો તેમને વિકલ્પ મળશે તો ચોક્કસપણે તેઓ કોંગ્રેસની તરફેણમાં મતદાન કરશે. જે લોકો એવી દલીલ કરે છે કે કોંગ્રેસમાં જો પ્રિયંકા પાવર સેન્ટર તરીકે ઊભરી આવશે તો રાહુલ ગાંધી માટે મુશ્કેલી પડશે. પરંતુ ભવિષ્યમાં શું થાય છે તેના કરતા અત્યારે શું લાભ થાય છે તે વધુ મહત્વનો છે. આમ રાજનીતિમાં પ્રિયંકાની એન્ટ્રી એ કોંગ્રેસ માટે સૌથી સારા ખુશખબર છે અને આ જ ચાર કારણો મોદી અને ભાજપ માટે ચિંતાજનક છે.