(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
સેના પ્રમુખ બિપિન રાવતે કહ્યું છે કે, ત્રાસવાદના જોખમને ખાળવા ત્રાસવાદી જૂથોના આતંકવાદીઓ અને તેમના રાજકીય અગ્રેસરો સાથે મૂકાબલા માટે સમાન રીતે કામ લેવું પડશે. રાયસીના વાતચીતમાં બોલતા જનરલ રાવતે કહ્યું કે ત્રાસવાદીઓના સંગઠનની ત્રાસવાદી પ્રવૃત્તિઓને લગા માટે સખ્ત કાર્યવાહી કરાઈ છે. તેમણે કહ્યું કે આવા ત્રાસવાદી સંગઠનો ગમગોળા ફેલાવી એનજીઓના નામે ફંડ ઉઘરાવે છે. જેમની પ્રવૃત્તિ ગેરકાયદેસર છે. રાજકીય સંગઠનો અને ત્રાસવાદી સંગઠનો સામે સમાન રીતે કાર્યવાહી જરૂરી છે.