(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા. ૧૩
લીંગડા ગામ નજીકથી પસાર થઈ રહેલું બંધ કન્ટેનર આજે વહેલી સવારનાં સુમારે લીંગડા પાસે ઉભુ રહ્યું હતું અને કન્ટેનરમાં ગીચોગીચ ભરેલા ૧૦૫ જેટલા શ્રમિક મજૂરો કન્ટેનરમાંથી બહાર પાણી પીવા તેમજ સૌચ ક્રિયા કરવા નિકળયા હતા ત્યારે કેટલાક ગ્રામજનો દ્વારા પરપ્રાંતીય મજૂરોને જોતા મામલતદાર અને પોલીસને જાણ કરતા પોલીસ તેમજ મામલતદાર સહીતનાં અધિકારીઓ ધટના સ્થળે દોડી ગયા હતા અને પુછપરછ કરતા આ મજુરો રાજકોટની વિવિધ કંપનીઓમાં મજુરી કામ કરતા ઉત્તરપ્રદેશનાં હોવાનું જણાવ્યું હતું,તેમજ તેઓ છેલ્લા દોઢ માસથી લોકડાઉનમાં ફસાઈ ગયા હોઈ હવે વતનમાં પરત ફરવા માંગતા હોઈ તેઓએ વતનમાં અલ્હાબાદ પરત જવાનો નિર્ણય કર્યો હતો,તેઓ દ્વારા રાજકોટ નાં વહીવટી તંત્ર તેમજ ઓનલાઈન સંપર્ક સાધવા છતાં કોઈ વ્યવસ્થા નહી થતા તેઓએ એક બંધ કંન્ટેનરમાં રાજકોટથી અલ્હાબાદ જવાનો નિર્ણય કર્યો હતો પોલીસ અને મામલતદાર દ્વારા ધટના સ્થળે દોડી જઈને તમામ મજૂરોનાં આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી,તેમજ મજૂરો માટે ભોજનની વ્યવસ્થા કરી તેઓને જમાડવામાં આવ્યા હતા.અને ત્યારબાદ વહીવટીતંત્ર દ્વારા એસટી બસ મારફતે મજુરોને વતનમાં પરત મોકલવાની વ્યવસ્થા ગોઠવી હતી.