અમદાવાદ, તા.૮
રાજકોટમાં આજ સવારથી વરસાદી માહોલ સર્જાયો છે, ત્યારે આજીડેમ પાસે આવેલ ઓવરબ્રિજની દીવાલ ધસી પડતા અને તેની નીચે બે વ્યક્તિઓ દટાઈ જતા મોતને ભેટી છે. ફાયરબ્રિગેડના સૂત્રો અનુસાર, બચાવ કાર્યવાહી હાથ ધરાઈ હતી. બીજી તરફ રાજકોટમાં આજે આજી ડેમ આવેલ છે, તે ઈસ્ટ ઝોનમાં પોણો ઈંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે ઢેબર રોડ, યાજ્ઞિક રોડ સહિતના સેન્ટ્રલ ઝોનમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે અને વેસ્ટ ઝોનમાં ઝાપટા વરસ્યા હતા.
રાજકોટના આજીડેમ પાસે પુલની દીવાલ ધસી પડતાં બેનાં મોત

Recent Comments