(સંવાદદાતા દ્વારા) ભૂજ, તા.૮
રાપર તાલુકાના ગાગોદર નજીક રાયધણ રણમલ કોલી નામના ખાણખનીજ વિભાગના કર્મચારીની હત્યાનો ભેદ ઉકેલાયો છે અને આ હત્યા આડાસંબંધ મામલે મૃતકના પિતરાઈ ભાઈ-ભાભીની સંડોવણી ખૂલતા પોલીસે તેની ધરપકડ કરી છે. મૃતક રાયધણને તેના પિતરાઈ રઘુ કોલીના પત્ની રેખા સાથે આડાસંબંધ હતા. જેની જાણ રઘુ કોલીને થતાં પત્ની રેખાને પણ સામેલ કરી રાયધણની હત્યાનો પ્લાન ઘડ્યો હતો. મૃતક રાજકોટ ખાતે ખાણ ખનીજ વિભાગમાં નોકરી કરતો હતો. રેખાએ મૃતકને ફોન કરીને તા.પ/૮ના સવારે રાપરના ગાગોદર નજીક બોલાવ્યો હતો. જ્યાં રેખાના પતિ રઘુએ રાયધણના માથામાં ધોકો ફટકારી મોતને ઘાટ ઉતાર્યો હતો.
મૃતકના કોલ ડીટેલના આધારે પોલીસે તપાસ હાથ ધરી આ ભેદ ઉકેલી નાંખ્યો હતો અને રેખા કોલીની ધરપકડ કરી હતી. જ્યારે હજુ રઘુ કોલી ફરાર છે.