(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૧
તાજેતરમાં સોનું ડાંગર નામની કુખ્યાત બુટલેગર મહિલા દ્વારા ઈસ્લામ ધર્મના પવિત્ર ધર્મગ્રંથ કુર્આન શરીફની નૌહીન કરતા સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી દુભાવતો વીડિયો વાયરલ થયા બાદ આણંદનાં મુસ્લિમ એકટીવીસ્ટ દ્વારા સોનું ડાંગર વિરૂદ્ધ ગુનો નોંધવાની માંગ સાથે પોલીસ અધિક્ષકની કચેરીમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે.
આણંદનાં એકટીવીસ્ટ વી એન.સૈયદ દ્વારા પોલીસ અધિક્ષકની કચેરીમાં લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે, રાજકોટની કુખ્યાત સોનું ડાંગર મહિલા દ્વારા કુર્આન શરીફની નૌહીન કરતા વીડિયો વાયરલ કરી સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી દુભાવી છે. ભૂતકાળમાં પણ આ મહિલા દ્વારા ઈસ્લામ ધર્મનાં મહાન પયગમ્બર વિરૂદ્ધ વાણી વિલાસ કરી ધાર્મિક લાગણીઓ દુભાવવામાં આવી હતી. દેશમાં શાંતિ અને ભાઈચારાનું વાતાવરણ છે, ત્યારે સોનું ડાંગર દ્વારા વાતાવરણ દૂષિત કરવાનાં આશ્રય સાથે આ વીડિયો વાયરલ કરી સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી દુભાવી હોઈ તેની સામે એફઆઈઆર નોંધવાની માંગ કરવામાં આવી છે.