(એજન્સી) રાજકોટ, તા.૨૯
રાજકોટમાં ચાલુ દિવસે બપોર બાદ ભાજપની ટ્યુન ‘નમો… નમો…’ ગૂંજી ઉઠી હતી અને જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુણગાન ગાવવામાં આવતા હતા. શહેરના કાલાવડ રોડ વિસ્તારની રહેણાંક સોસાયટીમાં એક ‘મોદી ફાઈડ’ ઓટોરિક્ષામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના કદાવર પોસ્ટર ટોચ પર જોવા મળે છે. દરેક બાજુએ બેસાડેલા સ્પીકર પર જાહેરાત કરવામાં આવે છે કે, ભાજપની પ્રચાર ટીમ આવી ગઈ છે. ત્યારબાદ મહિલા પક્ષ કાર્યકરોનું ભગવા ખેસ સાથે આગમન થાય છે અને ધીમે ધીમે લોકો આવતા રહે છે. ત્યારબાદ કૃપા કરીને બહાર આવો મુખ્યપ્રધાનના પત્ની તમને મળવા આવે છે તેવું લોકોને કહેવામાં આવે છે તેમ જ તેમને ભાજપ સરકારની સિદ્ધિ દર્શાવતી પુસ્તિકાનું વિતરણ કરવામાં આવે છે. સૌમ્ય ભાષી વિજય રૂપાણી હાઈ પ્રોફાઈલ રાજકોટ વેસ્ટ મતક્ષેત્રમાંથી ચૂંટણી લડી રહ્યા છે જે બેઠક અગાઉ મોદી ધરાવતા હતા.
૬૧ વર્ષના રૂપાણીને શહેર સાથે જૂનો નાતો છે કે, જ્યાં તેમણે મેયર તરીકે કામ કર્યું હતું. પરંતુ આ વખતે તેમના ચૂંટણી પ્રચારનું કાર્ય તેમના પત્ની અંજલી સંભાળી રહ્યા છે કારણ કે વિજય રૂપાણીને રાજ્યભરમાં રેલીઓના આયોજનમાં હાજરી આપવી પડે છે અને તેથી તેઓ પોતાના મતક્ષેત્રમાં અવાર-નવાર અનુપસ્થિત રહે છે પરંતુ સાડીમાં સજ્જ, ચશ્માધારી અંજલીબહેનનું ગુલાબના હારથી સ્વાગત કરવામાં આવે છે. અંજલીબહેન મૃદુ અવાજે દરેક ઘરમાં મતદારોને અપીલ કરે છે. અંજલીબહેન કહે છે અમને યાદ રાખજો. સામે મતદારો તરફથી જવાબ મળે છે કે, તમારે ચિંતા કરવાની જરૂર નથી. અંજલીબહેન તેમના જવાબનો તત્કાળ પ્રતિસાદ આપે છે કે, જેમાં સ્પષ્ટપણે જણાવે છે કે, તમારી ખાતરીથી મારો વિશ્વાસ વધી ગયો છે. બે કલાક અને ૧૦૦ ઘરોનું રાઉન્ડ લીધા બાદ અંજલી રૂપાણી થોડો આરામ કરે છે અને લોકો તેમને પોતાના ઘરે ચા-પાણી કરવા આમંત્રણ પણ આપે છે. આમ, સહકાર્યકર અને પત્ની તરીકે અંજલીબહેને પોતાના મુખ્યપ્રધાન પતિના ચૂંટણી અભિયાનની જવાબદારી સ્વીકારી લીધી છે.