(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.રર
રાજકોટ શહેરના જામનગર રોડ પર ખંઢેરી ગામ પાસે એઈમ્સ હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે. જેને પગલે દિલ્હીથી એઇમ્સના કેટલાક અધિકારીઓ રાજકોટ આવી પહોંચ્યા હતા અને સ્થળની મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાના ડાયરેક્ટર ડૉ.સંજય રોય અને એડિશનલ ડાયરેક્ટર મેડિકલ એજ્યુકેશન ડૉ.આર.દીક્ષિતે સંયુક્ત રીતે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, રાજકોટ એઇમ્સ હોસ્પિટલ ખાતે સુપર સ્પેશિયાલિટી બ્લોકનું ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે અને ૨૦૨૦થી એઇમ્સ હોસ્પિટલની ૫૦ બેઠકની પહેલી બેચ શરૂ કરવામાં આવશે.
દિલ્હીથી આવેલા એઇમ્સના અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે અધિકારીઓ દ્વારા ગુજરાત રાજ્યના આરોગ્ય સચિવ સાથે વીડિયો કોન્ફરન્સ કરી રિવ્યૂ મીટિંગ યોજી હતી. આ દરમિયાન ડૉ.સંજય રોયે જણાવ્યું હતું કે, અમે સ્થળ મુલાકાત લીધી છે અને આગામી ફેબ્રુઆરી સુધીમાં ભૂમિપૂજન કરી એઇમ્સ હોસ્પિટલનું કામ ૨ વર્ષ સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. બીજી તરફ એઇમ્સ હોસ્પિટલનું નિર્માણ જલ્દીથી થાય એ માટે વહીવટી તંત્ર દ્વારા પણ જમીન સંપાદન, રોડ રસ્તા, પાણી અને વીજળી સહિતની વ્યવસ્થા માટે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. ડેપ્યુટી કલેક્ટરે રેલવે બ્રિજ અંગેની કામગીરી પણ ચાલુ હોવાનુ જણાવ્યું હતું.
રાજકોટમાં એઈમ્સ હોસ્પિ.ની પ૦ બેઠકની પ્રથમ બેચ ર૦ર૦થી શરૂ થશે

Recent Comments