રાજકોટ, તા.ર૦
રાજકોટની અંદર બહુ જ ઓછી વસ્તી ધરાવતો સમાજ એટલે શીખ સમાજ. ભારત જ નહીં દુનિયાના અન્ય દેશોમાં શીખ સમાજ લંગર સેવા માટે જાણીતો છે. લોકડાઉન અમલી બન્યું ત્યારથી રેષકોર્ષ રીંગ રોડ ઉપર બેંક ઓફ ઈન્ડિયા બિલ્ડીંગવાળી શેરીમાં દુઃખ નિવારણ ગુરૂદ્વારાથી ફૂડ પેકેટ બનાવવાનું કાર્ય ચાલુ છે. જેમાં દરરોજ ૧ર૦૦૦થી વધુ લોકોને નિઃશુલ્ક ભોજનનાં ફૂડ પેકેટ બપોરે વિતરણનું કાર્ય સમાજની સેવાભાવી સંસ્થાઓનાં ભાઈઓ તથા બહેનો દ્વારા સતત ચાલુ છે. રાજકોટની નામી અનામી સંસ્થાઓ આવે અને કહે અમારે આ ઝૂંપડપટ્ટીમાં કે પછી અન્ય પછાત વિસ્તારમાં જરૂરીયાતમંદોને ભોજન આપવું છે કે ફૂડ પેકેટ આપવા છે એટલે તરત જ તેઓને તે પ્રમાણે વિના સંકોચે ફૂડ પેકેટ આપી દેવામાં આવે છે. હરીસીઘભાઈએ ખાસ કહેલ છે કે આ એકલા માણસનું કામ નથી બધા જોડાયા છે. આ સર્વ કાર્યને સાર્થક કરવા હરીસિંઘ સૂચરીયા, સમશેરસિંઘ સૂચરીયા, ભગતસિંઘ સૂચરીયા, નિર્મલકૌર સૂચરીયા, જગજીતસિંઘ સૂચરીયા તથા સૂચરીયા પરિવારનાં સર્વે સભ્યો નાના બાળકથી માંડીને મોટા અમીનેષભાઈ રૂપાણી, જયેશભાઈ ઉપાધ્યાય (બોલબાલા ટ્રસ્ટ), નરેન્દ્રભાઈ ઝીબા, વિજયભાઈ ડોબરીયા, ધીરેન્દ્રભાઈ કાનાબાર, મીહીરભાઈ મણીયાર, ઉપેનભાઈ મોદી, તુષારભાઈ મહેતા, હીતેનભાઈ મહેતા, મીતલભાઈ ખેતાણી, પ્રફુલભાઈ ગોસ્વામી, હરીશભાઈ ચાંદ્રા, કુમારભાઈ શાહ, પાર્થભાઈ મકાતી, શૈલેષભાઈ પંડ્યા, ગૌરાંગભાઈ મણીયાર, જવાહરભાઈ તારવાણી, મોહનભાઈ માટા, હરીશભાઈ તારવાણી, મનુભાઈ ગીધવાણી, વીકીભાઈ ગીધવાણી, કબીરસિંઘ ખાલસા, કાર્તિકભાઈ સોનેજી, જસ્મીનભાઈ સાંગાણી, નિલેશભાઈ અડવાણી, અમરભાઈ અઢીયા, અશ્વિનભાઈ હાપલીયા કાર્ય કરી રહ્યા છે.