જૂનાગઢ, તા.૧૪
પશ્ચિમ રેલવે દ્વારા આગામી દિવસોમાં જૂનાગઢ શહેરમાં યોજાનાર શિવરાત્રિના યોજાતો મેળો અને તે ઉપરાંત સોમનાથ મંદિરએ ઊમટતા ભાવિકોના સમૂહને ધ્યાને રાખી રાજકોટ તથા સોમનાથ બંને રેલવે સ્ટેશનથી જૂનાગઢ માટે વિશેષ ટ્રેન દોડાવવાનું આયોજન કર્યું છે. જેમાં (૧) રાજકોટ-જૂનાગઢ : રાજકોટથી તા. ૧૮,૧૯ અને ર૧ના રોજ જૂનાગઢથી રાત્રે ૯ઃર૦ વાગે ઉપડીને રાજકોટ રાત્રે ૧૧ઃ૪૦ વાગે પહોંચશે. (ર) સોમનાથ-જૂનાગઢ : તા.૧૭ થી ર૧ ફેબ્રુઆરી ર૦ર૦ સુધી (કુલ પાંચ દિવસ) સોમનાથથી રાત્રે ૮ઃ૩૦ વાગે ઉપડીને જૂનાયઢ રાત્રે ૧૦ઃર૦ વાગે પહોંચશે તથા પરતમાં જૂનાગઢથી રાત્રે ૧૧ઃર૦ વાગે ઉપડીજે સોમનાથ રાત્રે ૧ઃ૩૦ વાગે પહોંચશે. (૩) જૂનાગઢ-સત્તાધાર : મીટરગેજ સેક્શનમાં તા.૧૭ ફેબ્રુઆરી ર૦ર૦થી ર૧ સુધી જૂનાગઢથી સત્તાધાર વચ્ચે મેળા સ્પેશિયલ ટ્રેન દોડશે. આ ટ્રેન જૂનાગઢથી ૧૦.પ૦ વાગે ઉપડીને સત્તાધાર ૧ર.૪૦ વાગે પહોંચશે અને પરતમાં આ ટ્રેન સત્તાધારથી બપોરે ૧ઃ૧પ વાગે ઉપડીને જૂનાગઢ સ્ટેશને રઃપ૦ વાગે પહોંચશે.