સુરેન્દ્રનગર,તા.૨
આજે રાજકોટ ખાતે ખેડૂતો માટે ચલો દિલ્હીનાં આયોજન માટે સૌરાષ્ટ્રના જિલ્લાનાં ખેડૂત આગેવાનો ની એક મીટીંગ નીલસિટી ખાતે યોજાયેલી જેમાં ઇન્દ્રનીલ રાજ્યગુરૂ,ધીરૂ ગજેરા સુરત, કીશાન કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલીયા, ડાયા ૨ગજેરા, નાં સાથે સુરેન્દ્રનગર જિલ્લાનાં રતનસિંહ ડોડીયા, કીશાન કોંગ્રેસ પ્રમુખ સુરેન્દ્રનગર રામકુ કરપડા, સુરેન્દ્રનગર ખેડુત એકતા મંચ પ્રમુખ રાજુભાઇ કરપડા હાજર રહ્યા હતા અને ખેડૂતોને કાનુન બાબતે સમજણ આપવા માટે હવે સૌરાષ્ટ્ર અને સુરેન્દ્રનગર જિલ્લામાં ગામડાઓ સુધી આગેવાનો પહોંચશે અને ખેડૂતોને સજાગ અને કાનુની સલાહ અને નુકસાન બાબતે ચર્ચા કરી વધુ માં વધું ખેડૂતો દિલ્હી ખાતે જવા માટે નામ નોંધણીની શરૂઆત કરશે.