(એજન્સી)
નવી દિલ્હી, તા.ર
દિલ્હીના રમખાણો દરમિયાન દુકાનો સળગાવનારા આરોપીને જામીન આપતાં દિલ્હી વડી અદાલતે અવલોકન કર્યું હતું કે, જામીન નામંજૂર કરવા માટે સમાજને સંદેશ મોકલવો એ આધાર હોઈ શકે નહીં, જો અદાલતને ખાતરી થઈ જાય કે આરોપીને ન્યાયિક કસ્ટડીમાં રાખીને તપાસ અને કાર્યવાહીમાં મદદ કરવાનો કોઈ હેતુ કરવામાં આવશે નહીં. જસ્ટિસ અનુપ ભમભાણીની સિંગલ બેંચે નોંધ્યું હતું કે દોષિતને સજા માટે મુખ્યત્વે કેદ છે માત્ર કોઈ સામાજિક સંદેશો પહોંચાડવા માટે કાચા કામના કેદીને અટકાયતમાં રાખી શકાય નહીં. કોર્ટે જણાવ્યું હતું કે, અદાલતનું કામ ન્યાયસંગત ચુકાદો આપવાનું છે નહીં કે સામાજિક સંદેશ આપવાનું કામ છે. કોઈપણ મતલબ વિના સુનાવણી હેઠળના કેદીને કેદ રાખવાથી જેલમાં ભારણ વધશે અને જો આ આરોપીઓને ટ્રાયલ પહેલાં જ કેદ રાખવામાં આવે તો તેમને સજા આપ્યા જેવું ગણાશે. સિસ્ટમ દ્વારા અન્યાયી વર્તન કરવામાં આવી રહ્યું છે તેવું ગણાશે. જો પૂરી સુનાવણી બાદ આરોપીને દોષિત ઠેરવવામાં નિષ્ફળ જવાય તો સરકાર આવી વ્યક્તિએ જેલમાં વિતાવેલા પોતાના જીવનના કિંમતી વર્ષો પાછા લાવી શકશે નહીં.